Friday, June 19, 2026
HomeGujaratPavagadh : વરસાદ બાદ પાવાગઢ ખાતે ભૂસ્ખલન થતાં પથ્થરો ગબડતા 7 યાત્રાળુ...

Pavagadh : વરસાદ બાદ પાવાગઢ ખાતે ભૂસ્ખલન થતાં પથ્થરો ગબડતા 7 યાત્રાળુ દટાયા, બેના સ્થળ પર મોત

- Advertisement -

Two pilgrims killed in stone pelting at Pavagadh : પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટનામાં યાત્રાળુ મોતને ભેટ્યા છે. ભારે વરસાદના કારણે પાવાગઢ ડુંગર પર ભૂસ્ખલન થતાં મોટા પથ્થરો ગબડીને યાત્રાળુઓ પર પડ્યા (Stones fell at Pavagadh mountain) હતા. પથ્થરોની નીચે કુલ સાત જેટલાં યાત્રાળુ દટાઈ ગયા હતા. જે પૈકી બે યાત્રિકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાના પગલે યાત્રાળુઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

વહેલી સવારે દર્શનાર્થે આવેલા યાત્રિકો ડુંગર પરથી ગબડેલા પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. રોપ-વે ટીમ તેમજ સ્થાનિકોની મદદથી ભારે પથ્થરોની નીચે દટાયેલા પાંચ યાત્રાળુઓને ઘાયલ અવસ્થામાં 108ની મદદથી સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક તેમજ ઘાયલ થયેલા યાત્રાળુઓ સુરત અને કપડવંજ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. પથ્થર ગબડવાની ઘટના કેવી રીતે બની તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે માટી ધસી જવાથી ડુંગર પર રહેલાં પથ્થરો નીચેની તરફ ગબડ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular