Montu Namdar furlough leave cancelled : આજીવન કેદની સજા ભોગવતા મોન્ટુ નામદારને 25 હજારના રોકડ જામીન તેમજ માન્ય શરતોને આધીન ગત 5 જૂનના રોજ ફર્લો રજા મંજૂર કરાઈ હતી. ફર્લો રજા પર ગત મંગળવારે જેલમાંથી બહાર આવેલા મોન્ટુ નામદારે અમદાવાદના ખાડિયા વિસ્તાર તેમજ પોલીસ સ્ટેશન બહાર નશામાં ચૂર થઈ હત્યા કેસના સાક્ષી અને પોલીસ કર્મીને ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાતા પોલીસે જેલ સત્તાધીશોને ફર્લો રદ કરવા રિપોર્ટ કર્યો હતો અને તેના આધારે મોન્ટુને ફરી જેલમાં ધકેલી દેવાયો છે.
ખાડિયા પોલીસે મોન્ટુ નામદારની ફર્લો રજા કેન્સલ કરાવવા માટે લખેલા પત્રમાં તેના વિરૂદ્ધ નોંધાયેલા બે ગુનાનો ઉલ્લેખ કર્યો હતો. અનેક ગુનાઓમાં સંડોવાયેલા મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર (Montu Gandhi alais Montu Namdar) ને ખાડિયા પોલીસ સ્ટેશનની બહાર પોલીસ કર્મચારી ધર્મેશ હિન્દુભાઈ ભરવાડ (Dharmesh Bharwad HC) ને ગાળો આપવી ભારે પડી છે. ડીસીપી ઝોન 3 કચેરી ખાતેથી મોન્ટુ નામદારની ફર્લો કેન્સલ કરાવવા માટે આપેલા કારણમાં જણાવ્યું છે કે, મોન્ટુ અવારનવાર ગુનાઓ કરવાની ટેવવાળો છે. આગામી 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા અમદાવાદ શહેર (149 Rath Yatra Ahmedabad) માં નીકળનારી છે. જે અતિ સંવેદનશીલ મહોત્સવ હોય જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની જાણવણીમાં કેદી મોન્ટુ નામદાર બાધારૂપ બને તેમ હોય તેથી કેદીની ફર્લો હુકમ રદ કરવો. અમદાવાદ પોલીસના પત્ર આધારે ગુજરાત જેલ વિભાગે ફર્લો રદ કરવા હુકમ (Gujarat Prisons) કર્યો છે.








