Saturday, June 13, 2026
HomeBusinessઅલ-નિનો મોસમની ભયંકરતાને ધ્યાનમાં રાખી હવે તમામ કોમોડીટીના સોદા ગોઠવવાના રહેશે

અલ-નિનો મોસમની ભયંકરતાને ધ્યાનમાં રાખી હવે તમામ કોમોડીટીના સોદા ગોઠવવાના રહેશે

- Advertisement -

ભારતમાં તો વરસાદને આધારે જ અનાજ ફૂગાવાનાં દર પણ નિર્ધારિત થતા હોય છે

ગ્રામ્ય વપરાશનું વલણ, અનાજ ફૂગાવો, વીજળીની વધુ માંગ, બાંધકામ પ્રોજેક્ટ અને બેરોજગારી ચિંતાના વિષય બની રહેવાના

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): આવનારી અલ-નિનો મોસમની ભયંકરતાની ગંભીર અસર કન્ઝુમર પ્રાઈસ ઇન્ડેક્સ, જેમાં અનાજનો હિસ્સો ખુબ મોટો હોય છે, તેના ભાવ પર પડવાની સંભાવનાઓ વધી રહી છે. ઈરાન યુદ્ધના બીજા રાઉન્ડમાં ઉર્જા ભાવ વધારાની અસરનું પ્રતિબિંબ અનાજના ભાવમાં સમાંતર ઉપસી આવ્યું છે. ભારતીય રોકાણકારોએ આગામી મહિનાઓમાં અસંખ્ય ઘટનાઓને ધ્યાને લઈને પોતાના સોદા ગોઠવવાના રહેશે. આ ઘટનાઓમાં અગ્રસર છે, ભારતીય હવામાન ખતા દ્વારા કરાતી આગાહીઓ અને વાવેતર અને પ્રગતિના સ્થાનિક ડેટા પર ચાંપતી નજર રાખવાની રહેશે. જો ગ્રામ્ય અર્થતંત્ર ઠંડા પાડવા લાગે તો, તમારે એફએમસીજી (ફાસ્ટ મુવિંગ કન્ઝુમર ગુડ્સ) અને ઓટો કંપનીઓ જેવા કોર્પોરેટ જૂથોમાં બદલાતા આંતરપ્રવાહો પર ધ્યાનકેન્દ્રિત કરવાનું રહેશે. ત્યાર પછી તળાવો અને ડેમોમાં પાણીના સ્તરનું પણ ધ્યાન રાખવાનું રહેશે, જેના થકી સિંચાઈ અને હાઈડ્રોઇલેક્ટ્રિક પાવરની ક્ષમતાઓ નિર્ધારિત થતી હોય છે.

ભારતીય રોકાણકારોએ આ બધી ઘટનાઓને કઈ રીતે સમજવી? રીઝર્વ બેંક દ્વારા અપાતા અનાજ ફુગાવાના તબક્કાવાર વિવારણો અને જો હવામાનના જોખમો વધશે તો, નાણાનીતિમાં બદલાવ અથવા વ્યાજદર બાબતના નિર્દેશો સમજવાના રહેશે. નહિ કે તેના આખરી પરિણામની ગણતરી, વરસાદની પ્રારંભિક આગાહીઓ પર ચાંપતી નજર રાખવાની રહેશે. તમારે કુલ વરસાદના આંકડાને બદલે સમગ્ર દેશમાં વરસાદ પડવાના પ્રમાણ, વિતરણ અને તબક્કાઓ, હવામાનની બદલાતી ખાસિયત સમજવાની રહેશે. ભારતના હવામાન ખાતા દ્વારા અપાતી આગાહી સાથે જ આઈસીઆઈએમઓડી (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટેગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ)નાં અહેવાલમાં પણ વારંવાર પ્રાદેશિક જોખમોના વરતારા દાખવવામાં આવતા હોય છે.

- Advertisement -

અનાજના વર્તમાન ભાવમાં હજુ સુધી ઈરાન યુદ્ધનું પૂર્ણ ચિત્ર ઉપસ્યું નથી. અલબત્ત, ક્રુડ ઓઇલ, ખાતર જેવા કાચામાલોના ભાવ વેગથી વધી ગયા છે, આની અસરો હવે પછી તબક્કાવાર અનાજના ભાવમાં પ્રતિબિમ્બિત થશે. વાવેતર દરમિયાન કાચામાલનાં ઊંચા ભાવની લાગત, ઉભાપાકની પ્રગતી દરમિયાન વરસાદનું વિતરણ અને ત્યાર પછી બીજા વર્ષાંતમાં લણણી સહિતનો ખર્ચ, અનાજ ઉત્પાદનની આખરી કીમત નિર્ધારિત કરશે. અર્થતંત્રો ધીમા પડી ગયા છે, સર્વાંગી ફુગાવા વૃદ્ધીમાં અનાજ ઉપરાંત, ઘર ખરીદવું, વાહન વ્યવહાર અને બીજી ઘણી સેવાઓનો સમાવેશ થાય છે, હાલમાં આ બધી ઘટનાઓ ૨૫ ટકા જેટલી સમાચારની જગ્યા રોકી પાડે છે.

શક્ય છે કે અલ-નીનો ઘટનાનાં આરંભિક તબક્કામાં અણધાર્યો વ્યાપક વરસાદ પડે, આગામી મહિનાઓમાં હવામાન અસ્તવ્યસ્ત થઇ જાય. વર્ષ તેના અંત ભણી નજીક સરકે ત્યાર સુધીમાં દેશમાં દુષ્કાળની સ્થિતિ પણ શક્ય છે. ભારતીય રોકાણકારો માટે ગ્રામ્ય વપરાશનું વલણ, અનાજ ફૂગાવો, વીજળીની વધુ માંગ, બાંધકામ પ્રોજેક્ટ અને બેરોજગારી ચિંતાના વિષય બની રહેવાના. આઈસીઆઈએમઓડી એ ચેતવણીના સૂરમાં કહ્યું છે કે ૨૦૨૬મા હિંદુકુશ હિમાલયન રેન્જમાં ચોમાસું હવામાન ગરમ અને સુકું રહેશે.

અર્થાત દુષ્કાળ વ્યાપક મોઢું ફાડીને ઉભો રહેશે. આ આગાહી આપણને બેવડી ચેતવણી આપે છે, એકાએક વાદળ ફાટે તેવો વરસાદ વરસે, જે દેશના અમુક વિસ્તારની નદી-નાળામાં ઘોડાપુરની સ્થિતિ સર્જે અને માથે પહાડોમાંથી જમીન ધસી પડવાનો ભય પણ. ભારતમાં તો વરસાદને આધારે જ ફૂગાવાનાં દર પણ નિર્ધારિત થતા હોય છે. જો ચોમાસું નબળું પડે કે અણધાર્યો અને મુશળાધાર વરસાદ પડે તો પણ જીવનઆવશ્યક ચીજોનાં પરિવહન પર વ્યાપક અસર પડે અથવા ખોરવાઈ જાય અને અનાજની એકાએક અછત સર્જાતા, ભાવ વધારો થવા લાગે. દુષ્કાળ વધુ વ્યાપક બને તો એક તરફ વીજળી ઉપાર્જન ઘટે બીજી તરફ કેટલાંક કારખાનાઓ અને ઘરને ઠંડુ રાખવાની વીજ માંગ વધે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular