Sunday, June 7, 2026
HomeGujaratVadodara : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત અને...

Vadodara : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત અને 5 ઘાયલ

- Advertisement -

Delhi Mumbai Expressway Accident : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર વધુ એક ગમખ્વાર અકસ્માત (Fatal accident on expressway in Vadodara district) સર્જાયો છે. વડોદરા જિલ્લાના પાદરા નજીક બસ, કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ચાર લોકોના ઘટનાસ્થળે પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને વડોદરાની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોના સ્વજનોએ ભારે કલ્પાંત કર્યો હતો.

પાદરાના સમયાલા પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ત્રણ વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ઈકો કારના ભૂક્કા નીકળી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલી કારમાં 8 પ્રવાસીઓ સવાર હતા. જે તમામ અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. ત્રણ વાહનો વચ્ચે કેવી રીતે અકસ્માત સર્જાયો તેને લઈને સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ આરંભી છે. મૃતકો પાદરા નજીકના અંપાડ ગામના વતની હોવાની વાત સામે આવી છે. આ અકસ્માતના પગલે એક તબક્કે એક્સપ્રેસ-વે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેને પોલીસે પૂર્વવત્ કરાવ્યો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular