Thursday, June 4, 2026
HomeGujaratGandhinagarGujarat Home Department : બનાસકાંઠા રેન્જ બનતાં રાજકોટ રેન્જ અને બોર્ડર રેન્જમાં...

Gujarat Home Department : બનાસકાંઠા રેન્જ બનતાં રાજકોટ રેન્જ અને બોર્ડર રેન્જમાં જિલ્લા ઘટ્યા, રેન્જમાં થયા ફેરફાર

- Advertisement -

Home Department Divided Border Range and Rajkot Range : ગુજરાત પોલીસ વિભાગમાં ઘણાં સમયથી બોર્ડર રેન્જ (Border Range), રાજકોટ રેન્જ (Rajkot Range) અને નવી બનેલી બનાસકાંઠા રેન્જમાં ફેરફારની ચર્ચાઓનો આજે અંત આવ્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે (Gujarat Home Department) અઢી મહિના પહેલાં જ બોર્ડર રેન્જનું વિભાજન કરી બનાસકાંઠા રેન્જનું નવસર્જન કર્યું હતું. જો કે, નવી બનેલી બનાસકાંઠા રેન્જમાં માત્ર બે જિલ્લા બનાસકાંઠા અને વાવ-થરાદ હતા. હવે પાટણ જિલ્લો બનાસકાંઠા રેન્જ (Banaskantha Range) હેઠળ આવશે.

ગુજરાતની સૌથી મોટી રેન્જ એવી બોર્ડર રેન્જનો ભૌગોલિક વિસ્તાર 550 કિમીનો હતો. અગાઉ આ રેન્જમાં કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ, બનાસકાંઠા (વાવ-થરાદ સહિતનો) અને પાટણ જિલ્લાનો સમાવેશ થતો હતો. પાકિસ્તાનની જમીની સરહદ તેમજ દરિયાઈ સરહદ ધરાવતી આ વિશાળ રેન્જનું વિભાજન કરવાનું નક્કી થતાં નવી બનાસકાંઠા રેન્જ ઉભી કરવામાં આવી છે. હાલ આ રેન્જના વડા પરિક્ષીતા રાઠોડ (Parixita V Rathod) છે. બનાસકાંઠા રેન્જમાં હવે બનાસકાંઠા, વાવ-થરાદ ઉપરાંત પાટણ જિલ્લાનો ઉમેરો થયો છે. જ્યારે રાજકોટ રેન્જમાં આવેલા પાંચ જિલ્લાઓમાંથી મોરબીની બાદબાકી કરી તેનો સમાવેશ બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યો છે. રાજકોટ રેન્જમાં હવે માત્ર રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા રહેશે. બોર્ડર રેન્જમાંથી પાટણની સામે હવે મોરબી જિલ્લો ઉમેરવામાં આવ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular