Friday, May 29, 2026
HomeGujaratSuratSurat : પ્રેમ લગ્ન કરનારી પાટીદાર દીકરીને પરિવારજનો ઉપાડી ગયા, યુવકના પરિવારને...

Surat : પ્રેમ લગ્ન કરનારી પાટીદાર દીકરીને પરિવારજનો ઉપાડી ગયા, યુવકના પરિવારને બંધક બનાવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરત : સુરત શહેરમાં ફિલ્મીઢબે પાટીદાર યુવતીનું અપહરણ (Patidar girl kidnapped in Surat) કરવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પાટીદાર દીકરીને ઘરે પાછી લઈ આવવા માટે માનતાનું બહાનું કાઢી આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ મામલે સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશન ખાતે પાટીદાર પરિવારના બે મહિલા સભ્યો સહિત 7 શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સુરતના વરાછા રોડ (Varachha Road Surat) પર આવેલી સોસાયટીમાં રહેતા રૂષિ પટેલ સાથે કતારગામની યુવતી કેના સુતરિયાએ ગત 6 મેના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. આથી યુવતીના પરિવારજનો નારાજ હતા. કેનાની માતાએ માનતા રાખી છે કે, કેના ઘરે આવશે ત્યારબાદ જ તે અન્ન-જળ ગ્રહણ કરશે. આમ કહીને કેના, રૂષિ, યુવકના માતા-પિતા સહિત પાંચ જણા યુવતીના કાકાના ઘરે ગયા હતા. જ્યાં પાડોશીના ઘરે દીવાબત્તી કરવા લઈ જઈ ત્યાંથી બારોબાર લિફ્ટમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. બીજી તરફ યુવક અને તેના પરિવારજનોને બંધક બનાવી દેવાયા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular