નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ રોડ પર હાથમાં અગ્નિ લઈને દોડતી એક મહિલાના વાયરલ થયેલા વીડિયોને (Viral video of woman running with fire) લઈને પોલીસ દોડતી થઈ છે. ટ્રાફિકથી ધમધમતા રોડની વચ્ચે એક અજાણી મહિલા ભરબપોરે હાથમાં લાકડી પર આગ લગાવી આમતેમ દોડતી (Woman runs with fire on Airport Road Ahmedabad) હતી. અજાણી મહિલાએ રોડની વચ્ચે રહેલાં વૃક્ષને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના કારણે એરપોર્ટ જતા-આવતા વાહન ચાલકો એક તબક્કે ઘભરાઈ ગયા હતા.
જાહેરમાં ભય ફેલાવતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાંની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન (Airport Police Station) ખાતે આ મામલે અજાણી મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પીઆઈ એ. ડી. ચાવડા (PI A D Chavda) એ આ મામલે કહ્યું કે, પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી તેમજ સ્થાનિકોની પૂછપરછ કરી અજાણી મહિલા સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.








