નવજીવન ન્યૂઝ, રાજકોટ : ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ અને વ્યાજખોરીનો ધંધો કરતા અસ્ફાક મેમણ (BJP leader was involved in usury business) અને હનીફ ઉર્ફે કાળુ સલાટ સામે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. વ્યાજખોર અસ્ફાક મેમણ (Usury Ashfaq Memon) અગાઉ 136 પરિવારોને તેમના 375 ચેક પરત કરી ચૂક્યો છે. ઊંચું વ્યાજ લઈ જરૂરિયાતમંદોની મિલકત, દાગીના અને વાહન પડાવી લેનાર વ્યાજખોર હનીફ ઉર્ફે કાળુ સલાટ પોલીસના ડરથી ઉદાર બની ગયો છે.
રાજકોટ રેન્જમાં નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ની એન્ટ્રી થતાં તેમણે વ્યાજખોરો સામેની કાર્યવાહી તેજ બનાવવા પાંચેય જિલ્લાના એસપીને સૂચના આપી હતી. જેના પગલે સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય સહિતના જિલ્લાઓમાં ભોગ બનનારા પરિવારોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. રાજકોટ ગ્રામ્યમાં ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાનો પ્રમુખ અસ્ફાક મેમણ (Asfaq Memon president of the minority cell of Gondal) લાંબા સમયથી વ્યાજખોરીનો ધંધો કરતો હતો. અસ્ફાક ઉપરાંત હનીફ સલાટ ઉર્ફે કાળુ સામે વ્યાજખોરી અંગે પોલીસ ફરિયાદ થઈ હતી. જેથી અસ્ફાકે 136 પરિવાર પાસેથી ગેરકાયદેસર રીતે લીધેલા તેમના 375 ચેક પરત કરી દીધા હતા. આજે વ્યાજખોર હનીફ સલાટ ઉર્ફે કાળુ (Hanif Salat alias Kalu Usury) જામીન પર મુક્ત થતા 23 પરિવારોને તેમના 30 લાખના સોના-ચાંદીના ઘરેણાં, 20 આરસી બુક, 31 ચેક, બે વાહન, રોકડ રકમ તેમજ મકાનના દસ્તાવેજો મળી કુલ 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર (Vijay Singh Gurjar) ના હસ્તે પરત અપાયો છે.








