નવજીવન. ગાંધીનગર: આજે 26 જાન્યુઆરીએ નિમિત્તે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યા બાદ અમેરિકા અને કેનેડાની બોર્ડર પર જે પરિવારનું ઠંડીના કારણે મૃત્યુ થયું હતું તે અંગે નિવેદન આપ્યું હતું. બે દિવસ અગાઉ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિની પટેલે એક નિવેદન આપ્યું હતું કે આપણા દેશમાં યુવાઓ માટે યોગય તક નથી. આજે હર્ષ સંઘવીએ જાણે નીતિન પટેલના આ નિવેદનનો જવાબ આપ્યો હતો.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં તકોની વાત કરીએ તો દેશભરના યુવાનોને કોઈ રાજ્ય સૌથી વધુ રોજગારી આપતું હોય તો તે ગુજરાત છે. રાજ્યના યુવાનોને રોજગારીની વાત હોય કે પૂરતી તકોની કેન્દ્ર સરકાર દ્વારા અટલ ઇનોવેશન મિશન, સ્ટાર્ટઅપ મિશનથી પ્લેટફોર્મ પૂરી પાડી રહી છે. આમાં પણ કોઈ ફેરફાર કરવા હોય તો એ સૂચનો આવકાર્ય છે. ગુજરાતમાં મળતી તકો એ દેશના કોઈપણ બીજા રાજ્યની ગુજરાત અને ગુજરાતીઓ સાથે તુલના કરીએ તો ગુજરાત સૌથી વધુ તક આપનારું રાજ્ય છે.”
તેમણે ગેરકાયદેસર વિદેશ જવાની લાલચ આપતા એજન્ટને ધમકી આપતા કહ્યું હતું કે, “જે લોકો રાજ્યના નાગરિકોને ગેરમાર્ગે દોરે છે, બે નંબરી રીતે વિદેશ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે તે તમામને ચેતવણી આપું છું. આગામી દિવસોમાં ખૂબ મોટી કામગીરી કરવાની દિશામાં અમે જઈ રહ્યા છીએ. રાજ્ય પોલીસ દ્વારા પણ આવા લેભાગુ એજન્ટો પર કાયદેસરની કાર્યવાહી કરવાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આવનારા સમયમાં ગુજરાત પોલીસ આ બાબતે મહત્ત્વની જાહેરાત પણ કરશે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












