Monday, May 25, 2026
HomeInternationalભારતની ધરતી પરથી અમેરિકાના વિદેશ મંત્રીએ આપેલા નિવેદનથી મચ્યો હોબાળો

ભારતની ધરતી પરથી અમેરિકાના વિદેશ મંત્રીએ આપેલા નિવેદનથી મચ્યો હોબાળો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : અમેરિકાના વિદેશ મંત્રીએ ભારતની ધરતી પરથી આપેલા નિવેદનને લઈને રાજકીય ગરમાવો (Outrage over US Secretary of State’s statement) આવી ગયો છે. દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માર્કો રુબિયોએ આપેલા નિવેદને ભારત અને અમેરિકા એમ બંને દેશોના સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે, દુનિયાના દરેક દેશમાં ‘સ્ટુપિડ પીપલ’ એટલે કે બેવકૂફ લોકો હોય (Marco Rubio ‘Stupid People’) છે. આ નિવેદનની ભારતની સાથે અમેરિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રવાસ દરમિયાન રુબિયોએ ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને ખૂબ જ પસંદ કરે છે.

એસ. જયશંકર અને માર્કો રુબિયોએ દિલ્હીમાં કરેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુદ્દો ઉઠ્યો હતો. એક પત્રકારે અમેરિકામાં ભારતીયો અને ભારતીય-અમેરિકનો વિરુદ્ધ વધી રહેલી નસલવાદી ટિપ્પણીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનની સરખામણી ‘નરક’ સાથે કરી હતી. જેને ભારતીય અધિકારીઓએ રાજદ્વારી મર્યાદાઓની વિરુદ્ધ ગણાવી હતી.

- Advertisement -

માર્કો રુબિયોનું નિવેદન ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ (Marco Rubio’s statement goes viral) થઈ ગયું છે. સોશિયલ મીડિયા યુઝર્સે તેને ડોનાલ્ડ ટ્રમ્પ પર આડકતરો હુમલો કહ્યો. કોઈકે મીમ્સ બનાવી લખ્યું કે, રુબિયોએ અજાણતામાં પોતાના જ બોસ (ટ્રમ્પ)ને ‘સ્ટુપિડ’ કેટેગરીમાં મુકી દીધા છે. બીજા યુઝરે લખ્યું કે, ‘માર્કો રુબિયોએ ભારત પર નસલવાદી ટિપ્પણી કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને જ મૂર્ખ (Donald Trump is stupid) કહી દીધા.’ વિવાદ એટલો વધ્યો કે પાછળથી અમેરિકાના વિદેશ વિભાગે પોતાના સત્તાવાર હેન્ડલ પરથી આ ટ્વીટ ડીલીટ કરવી પડી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular