Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadAhmedabad : પોલીસ અધિકારી સાથે પ્રેમ અને લગ્નની લાલચમાં અનેક યુવતીઓ છેતરાઈ,...

Ahmedabad : પોલીસ અધિકારી સાથે પ્રેમ અને લગ્નની લાલચમાં અનેક યુવતીઓ છેતરાઈ, ક્રાઈમ બ્રાંચે નકલી પીએસઆઈને પકડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક નકલી પીએસઆઈને પકડી પાડી (Ahmedabad Crime Branch arrests fake PSI) તેની પાસેથી યુનિફોર્મ, આઈકાર્ડ તેમજ ઈન્કમટેક્સ વિભાગ અને પોલીસ વિભાગના બનાવટી પત્રો મળી આવ્યા છે. અમદાવાદ, મુંબઈ, ભોપાલ અને ઉદેપુરની અડધો ડઝનથી વધુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી તેમજ લગ્નની લાલચ આપી નકલી પીએસઆઈ રોકી પંચાલ છેતરપિંડી આચરી ચૂક્યો છે. અત્રે નોંધનીય છે કે, પકડાયેલા આરોપી હિમાંશુ યોગેશભાઈ પંચાલ ઉર્ફે રોકી પંચાલ વર્ષ 2024માં પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી યુવતી પર બળાત્કાર કરવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.

પકડાયેલો આરોપી હિમાંશુ પંચાલ મૂળ અમદાવાદના સાબરમતી કેશવનગર વિસ્તારમાં આવેલી જનકપુર સોસાયટીનો રહીશ છે, પણ છેલ્લાં કેટલાંક સમયથી ઉદેપુર સ્થાયી થયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે નકલી પીએસઆઈ રોકી પંચાલ (Fake PSI Rocky Panchal) ને પકડી પૂછપરછ કરતા તેણે અડધો ડઝનથી વધુ યુવતીઓને છેતરી તેમનો લાભ મેળવ્યો હોવાની કબૂલાત કરી છે. અમદાવાદના નવરંગપુરા, ઘાટલોડીયા, નવા વાડજ અને નરોડાની યુવતીઓને ડેટીંગ એપ અને મેટ્રોમોનીયલ એપ્લિકેશન થકી જાળમાં ફસાવી હતી. એપ્લિકેશનમાં મુકેલા બાયોડેટામાં પોલીસ અધિકારીના યુનિફોર્મવાળો ફોટો મુકીને યુવતીઓને હિમાંશુ પંચાલ ઉર્ફે રોકી પંચાલ શિકાર બનાવતો હતો અને આર્થિક સંકડામણ હોવાના બનાવટી પત્રો બનાવી રૂપિયા ખંખેરી લેતો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular