Thursday, May 21, 2026
HomeGujaratસ્વામીનારાયણ ગુરૂકુળના કર્મચારીને યુવતીએ પ્રેમજાળમાં ફસાવ્યો, નકલી પોલીસે 2.05 લાખ પડાવ્યા

સ્વામીનારાયણ ગુરૂકુળના કર્મચારીને યુવતીએ પ્રેમજાળમાં ફસાવ્યો, નકલી પોલીસે 2.05 લાખ પડાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં હનીટ્રેપ (Honeytrap in Gir Gadhada) નો મામલો સામે આવ્યો છે. સ્વામીનારાયણ ગુરૂકુળમાં નોકરી કરતા વિઠ્ઠલભાઈ રૂપાળા (Swaminarayan Gurukul employee) હનીટ્રેપમાં ફસાતા 2.05 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. વિઠ્ઠલભાઈએ આરોપ લગાવ્યા છે કે, અજાણી યુવતીએ વૉટ્સએપથી મિત્રતા કરી વિશ્વાસમાં લઈને અજાણ્યા શખસોની મદદથી જૂનાગઢ પોલીસ હોવાની ધમકી આપી માર મારી બે લાખથી વધુની રોકડ પડાવી લીધી છે.

ગત 12 ફેબ્રુઆરી 2026ના રોજ વિઠ્ઠલભાઈના મોબાઇલમાં શિવાની પટેલ નામની યુવતીનો વોટ્સએપ મેસેજ આવતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. યુવતીએ દ્રોણેશ્વર ગુરુકુળના ધાર્મિક સ્ટોલના વીડિયો અને ફોટા મગાવી વિશ્વાસ કેળવી યુવતીએ 19 ફેબ્રુઆરીના રોજ ભાવનગરથી દ્રોણેશ્વર આવવાની વાત કરી હતી. દ્રોણેશ્વર આવેલી યુવતીને વિઠ્ઠલભાઈ પોતાની મોટરસાયકલ પર ધોકડવા મુકવા નીકળ્યા હતા. અંબાડા ગામના પાટિયા પાસે પહોંચતા યુવતીએ આરામ કરવા બહાને બાઈક ઉભી રખાવી હતી. દરમિયાનમાં કાળા રંગની કારમાંથી ચાર શખસો નીચે ઉતરીને તેમની પાસે આવી જૂનાગઢ પોલીસ તરીકે ઓળખ આપી ફોન અને બાઈકની ચાવી લઈ લીધી હતી. આરોપીઓએ યુવતી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલી હોવાનું કહી વિઠ્ઠલભાઈને પણ ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી કારમાં બેસાડી 2.05 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ગીર ગઢડા પોલીસ ઇન્સ્પેક્ટર કે. એ. ચાવડા (Gir Gadhada PI K A Chavda) એ આ મામલે ગુનો નોંધી તપાસ આરંભી હોવાનું જણાવ્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular