નવજીવન.રાજપીપળા: નાંદોદ તાલુકાના વાવડી ગામને મધ રાત્રીએ ઘરફોડ ચોરી થઈ હતી.એ ચોરીની તપાસ દરમિયાન નર્મદા એલ.સી.બી એ નર્મદા, ભરૂચ અને વડોદરા જીલ્લ્લામાં ઘરફોડ ચોરી કરતા મુખ્ય સુત્રઘારને હરીયાણાથી ઝડપી પાડયો હતો.
નાંદોદના વાવડી ગામમાં ઘરફોડ ચોરી થતા આ ચોરી કોઈ ચોક્કસ ગેંગ દ્વારા કરાઈ હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું. નર્મદા એલસીબી પી.આઈ એ.એમ.પટેલે ટેક્નીકલ સર્વેલન્સ આધારે આ ચોરીના હરિયાણામાં રહેતા એક શકમંદની જાણકારી મળી હતી. બાદ નર્મદા એલ.સી.બી ટીમને ફારૂખનગર હરિયાણા ખાતે મોકલવામાં આવી હતી. બે દિવસની તપાસ બાદ શકમંદ આરોપી સુંદરસીંગ ઉર્ફે કરનસીંગ વિનોદસીંગ રાજપુતને ફારૂખનગર હરિયાણાના બજારમાંથી ઝડપીને રાજપીપલા લાવવામાં આવ્યો, બાદ પોલીસ પૂછતાછમાં એણે વાવડી ગામની ચોરીની કબુલાત કરી હતી. સાથે સાથે એણે એચ.આર 51 ઈ.સી 3960 નંબરની સ્કોર્પીઓ કારમાં હરિયાણા અન્ય 3 લોકો સાથે મળી ભરૂચ જીલ્લાના નેત્રંગની સોસાયટી તેમજ વડોદરાના ડભોઇ વિસ્તારના પલાસવાડા ગામે બંધ મકાનમાં ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.
આ તમામ ગુનાનો મુદ્દામાલ વડોદરાના સોનીઓ (1) જીતેન્દ્ર પંચાલ રહે. કલાલી ફાટક, પાદરા રોડ, વડોદરા તથા (2) મનોજ શંકરલાલ સોની રહે.એફએફ-4, જગન્નાથ કોમ્પલેક્ષ, પ્રતાપનગર રોડ વડોદરાને આપ્યો હોવાનું પણ કબુલ્યું હતું. જોકે નર્મદા એલ.સી.બી એ મનોજ શંકરલાલ સોની પાસેથી 12 ગ્રામની સોનાની લગડીઓ કિં.રૂ. 5,80,000 જેટલો રીકવર કરી જીલ્લાના તથા અન્ય જીલ્લાના કુલ-3 અનડીટેક્ટ ધરફોડ ચોરીના ગુના ડીટેક્ટ કર્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












