Friday, May 8, 2026
HomeGeneralસસ્તી હોટેલ ડીલના ચક્કરમાં ઠગાઈ ના થઈ જાય: ઓનલાઈન બુકિંગ વખતે આ...

સસ્તી હોટેલ ડીલના ચક્કરમાં ઠગાઈ ના થઈ જાય: ઓનલાઈન બુકિંગ વખતે આ ભૂલો ન કરો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ વેકેશનનો સમય ચાલી રહ્યો છે અને હવે લોકોને મનપસંદ જગ્યાઓ પર ફરવાની મજા માણવી છે. આજકાલ ઓનલાઈન હોટેલ બુકિંગમાં મળતા ભારે ડિસ્કાઉન્ટ જેટલા આકર્ષક લાગે છે, એટલા જ જોખમકારક પણ બની શકે છે. ઘણા કિસ્સાઓમાં ઠગો ફેક વેબસાઇટ અને “ખૂબ સસ્તી” ઓફરો દ્વારા લોકો સાથે છેતરપિંડી કરે છે, જેના કારણે પૈસા અને વેકેશન બંને બગડી શકે છે.

તાજેતરમાં Indian Cyber Crime Coordination Centreએ પણ લોકોને ઓનલાઈન હોટેલ બુકિંગ સ્કેમ અંગે સાવચેત રહેવાની અપીલ કરી છે.

- Advertisement -

કેવી રીતે થાય છે સ્કેમ?

ઓનલાઈન હોટેલ બુકિંગમાં સૌથી મોટો ખતરો ફેક વેબસાઇટ્સ છે. આ સાઇટ્સ બિલકુલ ઓરિજિનલ પ્લેટફોર્મ જેવી દેખાય છે, જેના કારણે યુઝર્સ સરળતાથી વિશ્વાસ કરી લે છે.

ઠગો ખાસ કરીને આ રીતો અપનાવે છે:
ભારે ડિસ્કાઉન્ટ અને “લિમિટેડ ઓફર” બતાવી લલચાવે છે
ગૂગલના Sponsored Ads મારફતે ફેક લિંક્સ દેખાડે છે
યુઝર પાસેથી તરત પેમેન્ટ કરાવી લે છે
બાદમાં બુકિંગ જ અસ્તિત્વમાં નથી હોય

- Advertisement -

ઘણા લોકો ઉતાવળમાં ચેક કર્યા વગર પેમેન્ટ કરી દેતા હોય છે અને પછી ખબર પડે છે કે તેઓ છેતરાયા છે.

કેવી રીતે રહેશો સેફ?
હંમેશા trusted booking platforms નો જ ઉપયોગ કરો
Sponsored links પર આંખ બંધ કરી વિશ્વાસ ન કરો
હોટેલની official website પર cross-check જરૂર કરો
“Too good to be true” ઓફરોથી દૂર રહો

સ્કેમ થઈ જાય તો શું કરવું?
જો તમે અથવા તમારા ઓળખીતાઓ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બને:
તરત જ 1930 પર કોલ કરો
અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો
સમયસર એક્શન લેવાથી નુકસાન ઓછું કરી શકાય છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular