Monday, May 4, 2026
HomeGujaratBhavnagarભાવનગરના સિહોરમાં બેફામ ગતિએ રોડ પર દોડેલી કારે બાઈકને ફંગોળ્યું, મહિલા સહિત...

ભાવનગરના સિહોરમાં બેફામ ગતિએ રોડ પર દોડેલી કારે બાઈકને ફંગોળ્યું, મહિલા સહિત 6 ઘાયલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ભાવનગર : ભાવનગરના સિહોરમાં પૂરઝડપે ઝડપે દોડી રહેલી બેકાબૂ કારે સામાન ભરેલા ટેમ્પો અને બાઈકને પાછળથી ટક્કર મારતા (Car accident in Bhavnagar Sihor) મહિલા સહિત 6 જણા ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ મહિલા સહિત તમામને સારવાર માટે ભાવનગરની સર ટી. હૉસ્પિટલ (Sir T Hospital Bhavnagar) માં ખસેડવામાં આવ્યા છે.

સિહોરના ગુંદાળા રામનગર વિસ્તારમાં કે. ડી. રાઠોડ હૉસ્પિટલ પાસે રવિવારે બેકાબૂ કારે અકસ્માત સર્જ્યો હતો. પૂરઝડપે આવતી કારે સામાન ભરેલા ટેમ્પો તેમજ એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેને લઈને બાઈક પર સવાર યુવાનો ફંગોળાઈ ગયા હતા. ભાવનગરથી કામ પતાવીને વિશાલભાઈ ધીરૂભાઈ ગોહિલ (ઉ.24) સિહોર આવ્યા હતા તેમને લેવા પિતરાઈ ભાઈ રાહુલ બાઈક લઈને આવ્યા હતા. આ અકસ્માતમાં બંને યુવાનો, એક મહિલા સહિત સ્થળ પર હાજર કુલ 6 લોકોને અકસ્માતમાં ઈજા પહોંચી હતી. સિહોર પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક જાહિદભાઈ હુસેનભાઈ સોરઠીયા (રહે. સિહોર) વિરુદ્ધ વિશાલ ગોહીલની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular