નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગાંધીનગરના છેવાડે આવેલા ચિલોડા ગામમાં શુક્રવારે સવારે પ્રેમી પંખીડા ગળાફાંસો ખાધેલી હાલતમાં (Lovebird commits suicide in Gandhinagar) મળી આવતા ચકચાર મચી ગઈ છે. ચિલોડા ગામના સરકારી બોર કુવા પાસે આવેલા આંબાના વૃક્ષ પર સાડી વડે ગળાફાંસો ખાઈ પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા ચિલોડા પોલીસે (Chiloda Police) ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આરંભી છે.
ચિલોડા ગામમાં રહેતી પરિણીત મહિલા અને પુરુષ વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી ગાઢ પ્રેમ સંબંધ હતો. પરિણીત મહિલા તેના પતિ સાથે રહેતી હતી અને તેની દીકરીના લગ્ન થઈ ચૂક્યાં છે. પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ ધરાવતા પુરુષના અગાઉ છૂટાછેડા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે જ્યારે ગ્રામજનો ખેતર તરફ જઈ રહ્યા હતા, ત્યારે સરકારી બોર પાસેના વૃક્ષ પર બે લાશ લટકતી જોતા જ વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યા છે.








