Tuesday, April 28, 2026
HomeGujaratGandhinagarનર્મદામાં ઇતિહાસ રચાયો, રાજપીપળામાં ભાજપની ભવ્ય જીત અને કૉંગ્રેસની કારમી હાર

નર્મદામાં ઇતિહાસ રચાયો, રાજપીપળામાં ભાજપની ભવ્ય જીત અને કૉંગ્રેસની કારમી હાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં ભારતીય જનતા પાર્ટીએ જીતનો નવો ઇતિહાસ રચ્યો (BJP creates new history of victory) છે. આઝાદી પછી પ્રથમ વખત Congress Zero (શૂન્ય) પર સમેટાઈ ગઈ છે. આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીમાં કાઠુ કાઢી શકી નથી. રાજપીપળા નગરપાલિકાની સ્થાપના બાદ ભાજપની સૌથી મોટી અને ભવ્ય જીત માનવામાં આવી રહી છે. રાજપીપળા નગરપાલિકાની કુલ 28 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી (BJP wins in Rajpipla Municipality) મેળવી છે.

રાજપીપળા નગરપાલિકાની 28 બેઠકો પૈકી 2 બિનહરીફ થતા 26 બેઠકો પર ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં 23 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ અને 3 બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. કૉંગ્રેસ એક બેઠક જીતી નહીં શકતા કારમી હાર થઈ છે. જ્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular