નવજીવન ન્યૂઝ, વડોદરા : પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત (Fatal accident on Delhi-Mumbai Expressway) સર્જાયો હતો. એક્સપ્રેસ કોરિડોરમાં ફૂલ સ્પીડે જઈ રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ પહોંચી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 5 લોકો પૈકી ચાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
આ અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો વડોદરાના રહેવાસી છે. ખીનજી પરિવારના સભ્યો રાજસ્થાનથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કાલોલ પાસે તેમને અકસ્માત નડ્યો હતો. મૃતકોમાં સાજિદ ઈકબાલ ખીનજી (ઉ.55), ઈલિયાસ ઈકબાલ ખીનજી (ઉ.50), ઈશાક ઈકબાલ ખીનજી (ઉ.48) અને રેહાન અજગર ખીનજી (ઉ.35 તમામ રહે. Vadodara)નો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી પંચમહાલ પોલીસે (Panchmahal Police) તપાસ શરૂ કરી છે.








