Friday, April 24, 2026
HomeGujaratAhmedabadAhmedabad : ફરાર રિઢો ઘરફોડીયો પોલીસને હાથ લાગ્યો અને ગાંધીનગરમાં એક કરોડની...

Ahmedabad : ફરાર રિઢો ઘરફોડીયો પોલીસને હાથ લાગ્યો અને ગાંધીનગરમાં એક કરોડની ઘરફોડ ચોરીની FIR નોંધાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : રાજકોટ શહેર પોલીસ (Rajkot City Police) ના ચોપડે ફરાર રિઢા ઘરફોડીયાને શોધી રહેલી અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ને લૉટરી લાગી છે. ચોરી થયાની બંગલા માલિકને જાણ ન હતી તે પહેલાં પોલીસને મુદ્દામાલ હાથ લાગી ગયો હોવાની ઘટના ઘટી છે. બનાસકાંઠા, રાજકોટ અને અમદાવાદમાં ઘર ધરાવતા એક ફરાર રિઢા ઘરફોડીયાને નારોલ પોલીસે (Narol Police) પકડ્યો ત્યારે તેની કારમાંથી 92 લાખના સોના-ચાંદીના દાગીના, 7600 US Dollar અને ચોરી કરવાના સાધનો હાથ લાગ્યા છે. માલા નાથા સમેયા (ઉ. 48 મૂળ રહે. બનાસકાંઠા) નામના ઘરફોડીયાને અગાઉ Gujarat Police જુદાજુદા શહેરમાં થયેલા 21 ગુનામાં ધરપકડ કરી ચૂકી છે.

નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ જે. બી. અગ્રાવત (PI J B Agrawat) ના જણાવ્યાનુસાર માલા નાથા નામના નામચીન ઘરફોડીયાને રાજકોટ શહેર પોલીસ શોધી રહી હતી. માલા નાથાભાઈ સમેયા (દેવી પૂજક) અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનની હદમાં રહેતો હોવાની જાણકારીના આધારે તેને ગત બુધવારની રાતે પકડ્યો હતો. કારમાં જઈ રહેલા માલા સમેયાને પકડવામાં આવ્યો ત્યારે તેની કારમાંથી 7600 અમેરિકન ડૉલર, 92.28 લાખના દાગીના, ચોરી કરેલું સેફ લૉકર અને ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા. માલા સમેયાની પૂછપરછમાં તેણે ગાંધીનગર સેક્ટર-2માં ઘરફોડ ચોરી (House-breaking in Gandhinagar) કરી હોવાની કબૂલાત કરતા નારોલ પોલીસ તેને લઈને ઘટનાસ્થળે પહોંચી હતી.

- Advertisement -

સૂત્રોના જણાવ્યાનુસાર બંધ બંગલાના માલિક આફ્રિકા ખાતે હોવાથી તેમને તેમજ આસપાસના પાડોશીએ ઘટનાની જરા સરખી જાણકારી હતી નહીં. આથી આ મામલે સેક્ટર 7 પોલીસે બંગલા માલિકના સંબંધીની ફરિયાદ લઈ દાગીના-ડૉલરની ચોરી થયાની FIR ગુરૂવારે 23 એપ્રિલના રોજ નોંધી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular