Tuesday, April 21, 2026
HomeGujaratJunagadh : રિસામણે પિયર ગયેલી પત્નીની હત્યાનો કર્યો પતિએ પ્રયાસ, સાસુ-સસરાને કર્યા...

Junagadh : રિસામણે પિયર ગયેલી પત્નીની હત્યાનો કર્યો પતિએ પ્રયાસ, સાસુ-સસરાને કર્યા લોહીલુહાણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : રિસામણે પિયર ગયેલી પત્નીને છરીના ઉપરાછાપરી ઘા મારી હત્યાનો પ્રયાસ (Husband tried to kill wife) કરનારો પતિ ભાગવા જતા હૉસ્પિટલના બિછાને પહોંચી ગયો છે. જૂનાગઢના વંથલી તાલુકા (Vanthali Junagadh) ના મોટા કાજલીયાળા ગામે મધરાતે બનેલી આ ઘટનામાં હુમલાખોરે વચ્ચે પડેલા સાસુ-સસરાને પણ ઘાયલ કર્યા છે. હુમલો કર્યા બાદ ભાગવા જતાં નીતિન ધનજી પરમારને પગમાં ઈજા પહોંચી છે. વંથલી પોલીસે આ મામલે નીતિન પરમાર સામે હત્યાના પ્રયાસનો ગુનો (attempted murder) નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

નીતિન પરમાર અને જયશ્રીબહેનના લગ્નજીવનમાં એક વર્ષથી વિવાદો ચાલી રહ્યા હતાં. દારૂ અને ડ્રગ્સ જેવી નશાની આદતો તેમજ સતત મારકૂટને કારણે જયશ્રીબહેને સિવિલ હૉસ્પિટલની નોકરી છોડી દીધી હતી. પતિથી ત્રસ્ત જયશ્રીબહેન બાળકો સાથે પિયર ચાલ્યા ગયા હતા. ગત રાત્રિના નીતિન દિવાલ કૂદીને મકાનમાં પ્રવેશ્યો હતો અને પત્ની પર છરીના ઘા માર્યા હતા. હિંસક હુમલાના કારમે બૂમાબૂમ થતાં જયશ્રીબહેનને બચાવવા તેમના માતા શારદાબહેન અને પિતા જીવણભાઈ વચ્ચે પડતા તેમને આરોપી લોહીલુહાણ કરી ફરાર થઈ ગયો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular