Saturday, May 2, 2026
HomeGeneralક્રિપટોકરન્સીના જેમ્સ બોન્ડે હવે શું કરવું જોઈએ?

ક્રિપટોકરન્સીના જેમ્સ બોન્ડે હવે શું કરવું જોઈએ?

- Advertisement -

ઈબ્રાહીમ પટેલ (નવજીવન.મુંબઈ): છેલ્લા સાત દિવસથી રોજેરોજ ઘટતી ક્રિપટોકરન્સીના બેન્ચમાર્ક કોઈન બિટકોઇન ૧૮ ટકા અને ઇથેરીયમ ૨૬ ટકા ગબડી પડ્યા, રવિવારે અનુક્રમે આ બન્નેએ ૩૪૮૨૧.૪ ડોલર અને ૨૩૮૭.૮૫ ડોલરના તળિયા ચકાસ્યા. કુદરતી રીતે જ, ક્રિપટોકરન્સીના જેમ્સ બોન્ડ પૂછી રહ્યા છે, હવે શું કરવું જોઈએ? બજારમાં ફેલાયેલા ગભરાટ વચ્ચે કેટલાંક મક્કમ મનના જેમ્સ બોન્ડ રોકાણકારો શાંતિ જાળવવાની સલાહ આપી રહ્યા છે. પણ કેટલાંક નબળા મનના આવા ઝટકાફટકા સહન નહીં કરી શકતા રંગરૂટો, ભાવ તૂટવાનો અંત ક્યારે આવશે એ વાતે અવઢવમાં છે. એક રોકાણકાર તરીકે તમારે સમજી લેવાનું છે કે આ વર્ષ એ, મૂડી રોકાણ માટેનું જોખમી વર્ષ છે.



- Advertisement -

વિયેટનામના યુદ્ધ વખતે અમેરિકન સૈનિકોનાં છક્કા છૂટી ગયા ત્યારે, ઓપસેક (ઓપરેશન સિકયુરિટી) શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો જે હાલમાં બિટકોઇન વિશ્વમાં સ્વીકૃત બની ગયો છે. આ જોતાં હવે તમારે સ્વીકારવું જોઈએ કે જેમ્સ બોન્ડની એક ફિલ્મ સ્પેક્ટરમાં એક અદ્રશ્ય ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન સામે બોન્ડની લડાઈ થાય છે, ત્યારે તે વધુ પડતો આત્મવિશ્વાસ ધારવીને સાવ નફિકરો થઈ જાય છે, આવીજ મન:સ્થિતિ અત્યારે ક્રિપટો હોલ્ડર રોકાણકારોની થઈ છે.

ડિઝિટલ બજાર સર્વાંગી રીતે આ મહિને પડકાર જનક બની ગઈ છે. નિશ્ચિતપણે બજારમાં ચિંતાઓ પ્રસરી ગઈ છે. હજુ પણ ઘણાને એ સમજ નથી પડતી કે ડિજિટલ હોલ્ડિંગ રાખવું કે કેમ? કોઇનગ્લાસના ડેટા કહે છે કે શુક્રવારે માત્ર ૨૪ કલાકમાં ૩.૪૨ લાખ ટ્રેડરોએ ૧.૧ અબજ ડોલરની ક્રિપટોકરન્સી વેચીને પોતાની પોઝિશન શૂન્ય કરી નાખી હતી. આ ઘટનાએ ક્રિપટો સાથે આખા જગતના અન્ય બજારાઓમાં પણ મંદીનું સેન્ટિમેન્ટ ઊભું કરી નાખ્યું હતું.



- Advertisement -

નવાનવા લોન્ચ થયેલા બીટકોઈન ઇટીએફ અને અમેરિકન સેન્ટ્રલ બેંકે વ્યાજદર વધારવાની આશાઓ જગાવવાથી રોકાણકારો માનવા લાગ્યા હતા કે ભાવ ૧ લાખ ડોલર વટાવી જશે, બે જ મહિનામાં બિટકોઇને (૨૭/૭/૨૦૨૧ના ૨૯,૭૨૩.૮૦ના ભાવથી બોટમઅપ થઈને) ૮ નવેમ્બર ૨૦૨૧ના રોજ ઓલ ટાઈમ હાઇ ૬૭,૫૨૭.૩૦ ડોલર બનાવી હતી. ત્યાર પછી ગત સપ્તાહે રશિયન સેન્ટલ બેંકે ક્રિપટો કરન્સીને એકાએક પ્રતિબંધિત જાહેર કરી દેતા ફેલાયેલા ગભરાટમાં રોકાણકારોએ સળગતા કોલસાની માફક ક્રિપટોકારન્સીનો ઘા કરી દેતા બે સૌથી મોટી ક્રિપટો કરન્સીના ભાવમાં ઓલ ટાઈમ હાઈથી ૫૦ ટકાનું ગાબડું પડી ગયું હતું. આને લીધે આખા ક્રિપટો સેકટરના રોકાણરોએ ૧ ટ્રિલિયન ડોલરની નુકશાની વેઠી હતી.

અલબત્ત, નિષ્ઠાવાન કહેવાતા અને જૂના સમયના ૮૦ ટકા ક્રિપટો હોલ્ડરોએ પણ વહેતી ગંગામાં હાથ ધોઈને લિકવિડેશન કરી નાખતા બજારની આવી હાલત થઈ હતી, અને ભાવ નવા તળિયા શોધવા લાગ્યા હતા. શુક્રવારે બજારમાં ગભરાટ વધવાનું કારણ, એકજ દિવસમાં રોકાણકારોએ ૧.૧ અબજ ડોલરના ડિજિટલ કોઈન વાયદા બજારમાં વેચી નાખ્યા હતા. જો નવેમ્બરની સર્વોચ્ચ ઊંચાઈએથી જોઈએ તો તમામ ક્રિપટોના વાયદામાં સર્વાંગી રીતે ૧ ટ્રિલિયન ડોલર કરતાં વધુનું ધોવાણ થયું હતું.



- Advertisement -

દુનિયાભરમાં અન્ય જોખમી અસ્ક્યામતોમાં જે રીતે ધોવાણ થતું હોય છે એજ પ્રકારે ક્રિપટોમાં પણ રીએક્શન જોવા મળ્યા છે. કમનસીબે, બિટકોઇન જેવા ક્રિપટો સક્ષમ પ્રોજેક્ટ સાથે સંબંધ ધરાવતી અનેક ક્રિપટો અસ્કયામતોનું મૂલ્યહ્રાસ થયું છે. અલબત્ત, જે પડે છે તે ચઢે પણ છે.

અત્યારે આપણે એવા વાતારણમાં પ્રવેશ્યા છીએ જ્યાંથી તમામ જોખમી અસ્કયામતો ઊંધેકાંધ પડી છે, ત્યારે ક્રિપટો કરન્સી પણ તેના રસ્તાઓ પોતે શોધી લેશે. નાસદાક ૧૦૦ કે અન્ય કોઈ પણ શેરબજાર અથવા વધુ સટ્ટાકીય બજાર જે ઝડપથી વિકસી રહી છે, તેમાંની મોમેન્ટમ ટાઈપ અસ્ક્યામતોએ ધીમો સુધારો શરૂ કર્યો છે, એ જોતાં ક્રિપટોમાં પણ ઘટયા મથાળેથી વધવાનું શરૂ થવાની સંભાવનાઓ છે. અહી આપણને એ પાઠ ભણવાનો છે કે ખાસ કરીને બિટકોઇન કે અન્ય કોઈ પણ કોઈનને જોખમી અસ્ક્યામત તરીકે જોવાની છે અને નહીં કે સલામત રોકાણનું સ્વર્ગ.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular