Saturday, April 18, 2026
HomeGujaratGandhinagarકરાઈ પોલીસ એકેડમીના આસિ. ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટરે નર્મદા કેનાલમાં ડૂબી રહેલી મહિલાને બચાવી

કરાઈ પોલીસ એકેડમીના આસિ. ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટરે નર્મદા કેનાલમાં ડૂબી રહેલી મહિલાને બચાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમી (Karai Police Academy Gandhinagar) પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડેલી એક મહિલાને પોલીસ જવાનોએ બચાવી લીધી છે. ભારે જહેમત બાદ પોલીસ જવાનોએ નર્મદા કેનાલમાંથી મહિલાને બહાર કાઢી સારવાર અર્થે ગાંધીનગર હૉસ્પિટલમાં ખસેડી છે.

કરાઈ પોલીસ એકેડમી પાસે પસાર થતી નર્મદા કેનાલમાં આગળથી તણાઈને એક મહિલા આવી રહી હતી. જે મહિલાને કેનાલના ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવા લોકો બૂમાબૂમ કરી દોરડું ફેંક્યું હતું. બૂમાબૂમ થતાં કરાઈ એકેડમીમાં આસિસ્ટન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર અનિલ પટેલ તુરંત નર્મદા કેનાલ તરફ દોડી ગયા હતા. મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ રહેલી મહિલાને બચાવવા અનિલ પટેલે પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. સાયફનથી 50 મીટર દૂર રહેલી મહિલાને અનિલ પટેલે તેમના સાથી કર્મચારીઓ અને દોરડાની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. મહિલાના પેટમાં ગયેલું પાણી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ (Civil Hospital Gandhinagar) ખાતે સારવાર માટે મોકલી આપી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular