Friday, July 17, 2026
HomeGujaratGandhinagarGandhinagar : માણસા માર્કેટ યાર્ડમાં તસ્કરો ત્રાટક્યા, એક જ રાતમાં 17થી વધુ...

Gandhinagar : માણસા માર્કેટ યાર્ડમાં તસ્કરો ત્રાટક્યા, એક જ રાતમાં 17થી વધુ દુકાનના તાળા તૂટ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માણસા માર્કેટ યાર્ડ (Mansa Market Yard Gandhinagar) માં મોડી રાતે ત્રાટકેલી તસ્કર ટોળકીએ પોલીસને દોડતી કરી દીધી છે. મધરાતે ત્રાટકેલા તસ્કરોએ એક જ રાતમાં દોઢ ડઝન જેટલી દુકાનોના તાળા તોડ્યા છે. ચોરીની ઘટના બાદ દોડી આવેલી ગાંધીનગર જિલ્લા પોલીસે (Gandhinagar Police) માર્કેટ યાર્ડમાં લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજ (CCTV camera footage) મેળવી આરોપીઓ સુધી પહોંચવા તપાસ આરંભી છે.

ગાંધીનગર જિલ્લાના માણસા પંથકમાં તસ્કરોએ માણસા માર્કેટ યાર્ડને નિશાન બનાવી પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. સીસીટીવી ફૂટેજમાં તસ્કરોએ બિનધાસ્તપણે એક પછી એક 17થી વધુ દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તસ્કરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે યાર્ડની સુરક્ષા વ્યવસ્થા ભેદીને અંદર પ્રવેશ કર્યો હતો અને 17થી વધુ દુકાનોના તાળા તોડી નાંખી રોકડ સહિતની વસ્તુઓની ચોરી કરી છે. ઘટનાની જાણ થતાં માણસા પોલીસ (Mansa Police) સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે. પોલીસે ડૉગ સ્કવૉડ અને એફએસએલની મદદ મેળવી આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ શરૂ કર્યો છે. બીજી તરફ કુલ કેટલી મતાની ચોરી થઈ છે તે જાણવા વેપારીઓની પૂછપરછ કરી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular