Saturday, May 2, 2026
HomeGeneralસાઠંબા પોલીસકર્મીઓ પર જ ચોરીનો આરોપ, CCTVમાં જુઓ વેપારીના ઘરમાંથી તપાસના નામે...

સાઠંબા પોલીસકર્મીઓ પર જ ચોરીનો આરોપ, CCTVમાં જુઓ વેપારીના ઘરમાંથી તપાસના નામે 10 હજાર ચોરી લીધા…!

- Advertisement -

જય અમીન (નવજીવન. અરવલ્લી): અરવલ્લી જિલ્લામાં ખાખી વર્દીમાં રહેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તોડ પાણી કરતા હોવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. જિલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ અને વિવાદ એકબીજાનો પર્યાય બની ગયા છે, ત્યારે સાઠંબા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર વેપારીના ઘરે તપાસના નામે રેડ કરી ઘરમાંથી ૧૦ હજાર રૂપિયાની ચોરીનો આક્ષેપ થતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. સાઠંબાના વેપારી રાહુલ વાઘેલાએ આ અંગે મુખ્યમંત્રી કાર્યાલય, રેન્જ આઈજી એને જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી. વેપારીએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા પોલીસ કર્મીઓ ધમકી આપતા હોવાનો આક્ષેપ વેપારીએ કર્યો છે. (અહેવાલના અંતે જુઓ,CCTV VIDEO , શું કહ્યું વેપારીએ તેનો પણ જુઓ VIDEO)



- Advertisement -

કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેમ ચોર પકડનાર જ ચોરી કરે તેવા આક્ષેપ પોલીસ કર્મીઓ પર થતા ભારે ચકચાર મચી છે. સાઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિજય ભરવાડ, રવિ સહિત ત્રણ-ચાર પોલીસકર્મીઓ સાદા ડ્રેસમાં રાહુલ વાઘેલા નામના વેપારીના ઘરે સર્ચ વોરંટ વગર તપાસ માટે પહોંચી જઈ વેપારીના ઘરમાં તપાસ હાથધરી ઘરમાં રાખેલા ૧૦ હજાર રૂપિયા ચોરી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો.

વેપારી રાહુલ વાઘેલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સાઠંબા પોલીસ સ્ટેશનના વિજય ભરવાડ, રવી સહીત ત્રણ-ચાર કર્મીઓ મારા ઘરે તપાસ માટે વગર સર્ચ વોરંટે પહોંચી તપાસ કરી હતી. ઘરમાંથી કઈ મળી આવ્યું ન હતું. સાઠંબા પોલીસ ઘરમાં તપાસ કરવા આવી હોવાનું જાણવા મળતા તેમનો સંપર્ક કરતા પોલીસકર્મીઓએ આવી કોઈ તપાસ કરી ન હોવાનો નનૈયા ભણ્યો હતો. જો કે પોલીસકર્મીઓ વેપારીના ઘર બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. વેપારીના જણાવ્યા અનુસાર ઘરમાંથી પોલીસકર્મીઓ તપાસના બદલે ૧૦ હજાર રૂપિયા ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા પોલીસકર્મીઓ ફફડી ઉઠ્યા હતા અને વેપારીને ૧૦ હજાર રૂપિયા પરત આપવાની વાત કરતા વેપારીએ પોલીસકર્મીઓ સામે નમતું ન જોખતા ચોરીનો આક્ષેપ લાગેલ પોલીસ કર્મીઓએ વેપારીને ધાકધમકી આપી ધંધો નહીં કરવા દેવાની અને ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપતા ભારે ચકચાર મચી છે.

- Advertisement -





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular