નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Elections) માં ભારતીય જનતા પાર્ટી 700 બેઠક પર બિનહરીફ થઈ છે. બિનહરીફ થયેલી બેઠકોને લઈને ભાજપે કરેલી ઉજવણીને લઈને આમ આદમી પાર્ટી ગુજરાત (Aam Aadmi Party Gujarat) ના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આકરા પ્રહાર કર્યા છે. લોકશાહીની હત્યા સમાન ઘટનાની ઊજવણીને શરમજનક બાબત ગણાવી છે.
AAP Gujarat એ જારી કરેલા એક વીડિયોમાં ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) એ કહ્યું કે, લોકોના મતઅધિકાર છીનવીને ભાજપ મોંઢા મીઠા કરાવી રહ્યાં છે. દુઃખદ ઘટના પર જશ્ન મનાવાતો હોય ત્યારે ગુજરાત અને ગુજરાતીઓ માટે શરમજનક બાબત છે. બેફામ બનેલા રાજકારણીઓ રાજનીતિ ભૂલી ગયા, લોકનીતિ ભૂલી ગયા અને બિનહરીફ થવાની હોડ લગાવીને મોંઢા મીઠા કરાવતા હોય તે લોકતંત્રની હત્યા સમાન ઘટના છે. 700 બેઠક બિનહરીફ થઈ તેની ભાજપે ઉજવણી કરી છે. કોઈને લોભ આપ્યો, કોઈને ધમકાવ્યો અને કોઈનું અપહરણ કરાવવું લોકશાહી માટે લાલબત્તી સમાન છે. ચૂંટણીમાં Police અને સત્તાનો દુરઉપયોગ કર્યો અને ચૂંટણી પંચ મુકપ્રેક્ષક (Election Commission Silent Spectator) બન્યું છે.








