Sunday, May 31, 2026
HomeGujaratAhmedabadકોઈ પોલીસવાળો વકીલ બન્યો, કોઈ મજુરઃ કપડાની આડમાં MD ડ્રગ્સ સપ્લાયના ધંધાનો...

કોઈ પોલીસવાળો વકીલ બન્યો, કોઈ મજુરઃ કપડાની આડમાં MD ડ્રગ્સ સપ્લાયના ધંધાનો પર્દાફાશ કર્યો અમદાવાદ ક્રાઈમની ટીમે

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) શહેરના ઘીકાંટા વિસ્તારમાંથી બે શખસોને MD Drugs ના જથ્થા સાથે પકડી પાડ્યા છે. આરોપીઓની ધરપકડ કરાતા રાજસ્થાનના ઝાલોર તાલુકા તેમજ ડીસા તાલુકામાં રહેતા બંને શખસો અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી લુહાર શેરીમાં ભાડાના મકાનમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે. 412 ગ્રામ એમડી ડ્રગ્સ (કિંમત 12.36 લાખ) સાથે પકડાયેલા બંને શખસોના તાર અમદાવાદમાં કોની-કોની સાથે જોડાયેલા છે તેની માહિતી મેળવવા પોલીસે તપાસ આરંભી છે.

રસપ્રદ બાબત એ છે કે આ કેસમાં આરોપીઓની ગરદન સુધી પહોંચવા માટે પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ગજબનો આઈડિયા લગાવ્યો હતો. પોલીસને ખબર હતી કે વર્દી સાથે તો આ શખ્સો આપણને ઓળખી પાડે તેમ છે પરંતુ તેના માટે પોલીસે વેશ પલટો કરવાનો નિર્ણય કર્યો. આ આરોપીઓને પકડવા માટે કોઈએ વકીલનો વેશ લીધો, કોઈએ મજુરનો વેશ ધર્યો, તો કોઈએ રાજસ્થાની ગેટઅપ ધારણ કર્યો. પોલીસે આ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવા માટે કરેલી જહેમતનું આખરે પરિણામ આવ્યું અને શખ્સોને પકડી પાડવામાં સફળતા મળી.

- Advertisement -

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈ આઈ. એન. ઘાસુરા (PI Imran N Ghasura) ની ટીમને બાતમી મળી હતી કે, ઘીકાંટા વિસ્તારમાં બે શખસો ડ્રગ્સ લઈને આવી રહ્યાં છે. જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમના સભ્યોએ વેશ બદલીને આસપાસના વિસ્તારમાં વોચ ગોઠવી હતી. નવતાડની પોળ સામે આવેલા લક્ષ્મી માર્કેટ પાસેથી પસાર થતાં માલારામ દેવાસી-રબારી (ઉ.26) અને અશોકકુમાર દરજી (ઉ.35)ને રોકી તલાશી લેતાં તેમની પાસેથી એમડી ડ્ર્ગ્સ, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી આવતા પોલીસે તે કબજે લઈ ગુનો નોંધ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશન (DCB Police Station Ahmedabad) ખાતે નોંધાયેલા કેસમાં મેફેડ્રોનનો જથ્થો પૂરો પાડનારા રાજસ્થાનના ઝાલોર જિલ્લાના વિકાસ બિશ્નોઈને ફરાર દર્શાવ્યો છે.

માલારામ અને વિકાસ ભાગીદારીમાં અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રેડીમેડ કપડાની દુકાન ચલાવે છે. જ્યારે અશોક દરજી દુકાનમાં નોકરી કરે છે. રાતોરાત ધનવાન બની જવા માટે રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને અમદાવાદના ડીલરોને MD આપવાનો આરોપીઓનો પ્લાન હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular