Monday, May 25, 2026
HomeGujaratઉપવાસ પર ઉતરેલા વાલીઓ પર ટિપ્પણી કરવી જૂનાગઢના બિલ્ડરને ભારે પડી, એટ્રોસિટીનો...

ઉપવાસ પર ઉતરેલા વાલીઓ પર ટિપ્પણી કરવી જૂનાગઢના બિલ્ડરને ભારે પડી, એટ્રોસિટીનો ગુનો નોંધાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : થોડાંક સમય અગાઉ ​જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળ (Patel Kelavani Mandal Junagadh) ના ટ્રસ્ટીઓ અને વાલીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. દરમિયાનમાં વાલીઓ પોતાની માગણીઓને લઈ ટ્રસ્ટીઓના વિરોધમાં આંદોલન અને ઉપવાસ પર બેઠા હતા. આ મામલે ટ્ર્સ્ટી કાંતીલાલ ફળદુના પુત્ર અને જાણીતા બિલ્ડર ચેતન ફળદુનો ઑડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Audio on Social Media) થયો હતો. જેમાં બિલ્ડર ચેતન ફળદુ (Builder Chetan Faldu) એ અનુસૂચિત જાતિ માટે કેટલાંક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જે તેમને ભારે પડ્યો છે.

ઑડિયોમાં સમાધાનની વાત કરનારી વ્યક્તિ સાથે ચેતન ફળદુ ઉગ્રતામાં વાત કરે છે. સમાધાનનો ઇન્કાર કરવાની સાથે ચેતન ફળદુએ ઉપવાસ આંદોલન પર ઉતરેલા થાણાપીપળી ગામના વાલીઓ વિશે ટિપ્પણી કરતા કહ્યું હતું કે આ લોકો પટેલ જ્ઞાતિના નથી પરંતુ અન્ય જ્ઞાતિના છે. ચેતન ફળદુ દ્વારા કરવામાં આવેલા આ જાતિસૂચક અપમાન અને વાંધાજનક વાણી વિલાસને પગલે અનુસૂચિત જાતિ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ મામલે કાયદાકીય લડત આપતા આખરે જૂનાગઢ પોલીસ મથકે (Junagadh Police Station) ફરિયાદ નોંધવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular