Thursday, April 16, 2026
HomeGujaratVadodara : નંદેસરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ કરતા બે ટેન્કર...

Vadodara : નંદેસરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ કરતા બે ટેન્કર ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરાની નંદેસરી જીઆઈડીસી (Nandesari GIDC Vadodara) માં આવેલા વરસાદી પાણીના નાળામાં જોખમી કેમિકલ ઠાલવવાની પ્રવૃત્તિ ઝડપાઈ છે. નંદેસરી પોલીસે (Nandesari Police) દરોડો પાડી બે ટેન્કરને ઝડપી પાડતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની ટીમે સ્થળ પર પહોંચી કેમિકલના સેમ્પલ મેળવી તે કઈ ફેક્ટરીમાંથી લાવવામાં આવ્યા છે તેની તપાસ શરૂ કરી છે.

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા કાચા નાળામાં ટેન્કર દ્વારા જોખમી કેમિકલનો નિકાલ (Disposal of Hazardous Chemicals) કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ ગેરકાયદે પ્રવૃત્તિ ક્યારથી ચાલી રહી હતી અને કોના ઇશારે થઈ રહી હતી તે દિશામાં પોલીસ વિસ્તૃત તપાસ હાથ ધરી રહી છે. ઘટનાની જાણ થતાં Gujarat Pollution Control Board ના પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. કેમિકલની પ્રકૃતિ અને ડિસ્ચાર્જ થઈ રહેલા પ્રવાહી અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે બંને ટેન્કરમાંથી સેમ્પલ લઈ લેબોરેટરીમાં એનાલિસિસ માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.

- Advertisement -

GPCBના પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલે જણાવ્યું છે કે, આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલ એકમ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના પર્યાવરણ માટે ગંભીર ખતરો છે, કારણ કે વરસાદી નાળા દ્વારા ઝેરી કેમિકલ જમીન અને ભૂગર્ભ જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરી શકે છે. પોલીસ અને GPCB સંયુક્ત રીતે આ પ્રવૃતિની તપાસ કરી રહ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular