Thursday, April 16, 2026
HomeGujaratVadodara: સાવલીમાં રહસ્યમય કંકાલ મળતા ચકચાર, FSLની મદદથી ઓળખ કરવાની તૈયારી

Vadodara: સાવલીમાં રહસ્યમય કંકાલ મળતા ચકચાર, FSLની મદદથી ઓળખ કરવાની તૈયારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાં ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ડી-કમ્પોસ્ટ હાલતમાં મળેલા આ કંકાલને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

ખેતરમાં મળ્યો કંકાલ
મુવાલ ગામની સીમમાં ખેડૂત જીગ્નેશ પટેલના ખેતરમાંથી આ કંકાલ મળ્યો હતો. ખેતરમાં ગયેલા માલિકને માનવ હાડપિંજર દેખાતા તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. જોકે આસપાસ પડેલા કપડા અને ચપ્પલના કારણે લાશ કોઈ સ્ત્રીની હોવાનું માનવામાં આવે છે પરંતુ વધુ સ્પષ્ટતા ફોરેન્સિક રિપોર્ટમાં થશે.

- Advertisement -

ડી-કમ્પોસ્ટ હાલત
કંકાલ સંપૂર્ણપણે ડી-કમ્પોસ્ટ હાલતમાં હોવાથી તે ઘણો જૂનો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે.

પોલીસ તાત્કાલિક દોડી
ઘટનાની જાણ થતા સાવલી પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરીને કંકાલનો કબજો મેળવી લીધો છે.

FSLની મદદથી તપાસ
કંકાલ કોનું છે અને તે સ્ત્રીનું છે કે પુરુષનું તે જાણવા માટે FSLની મદદ લેવામાં આવી રહી છે. વૈજ્ઞાનિક તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. સાથે જ આ તપાસમાં વ્યક્તિના મૃત્યુનું કારણ પણ સામે આવશે.

- Advertisement -

આગળની તપાસ શરૂ
હાલ તો, સાવલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ મામલો હત્યાનો છે કે ગુમ થયેલી વ્યક્તિ સાથે સંકળાયેલો છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

શું કહે છે સ્થાનીક વ્યક્તિ

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular