Sunday, May 3, 2026
HomeGeneralરાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે સિટી બસમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે સિટી બસમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

- Advertisement -

નવજીવન.રાજકોટઃ ગુજરાતમાં અવાર નવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. બે દિવસ અગાઉ સુરતમાં એસકે ખાનગી કંપનીની બસમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં એક નવપરણિત યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હવે આજે આવી જ રીતે રાજકોટમાં એક સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પરંતુ અહિયાં સારી વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.


રાજકોટમાં આવેલા ભક્તિનગર સર્કલ પાસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બસ સવારે પોતાના રુટ તરફ જય રહી હતી તે સમયે આ ઘટના બની હતી જેના કારણે બસમાં કોઈ પેસેંજર ન હતા. બસમાં પેસેંજર ન હોવાને કારણે કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક આગને કાબુમાં લેવામાં આવી હતી.

- Advertisement -

પ્રાથમિક જાણકારી મુજબ બસમાં ઇલેક્ટ્રીક વાયરિંગમા ખામીને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અહીં નોંધવા જેવી બાબત એ છે કે સિટી બસમાં આવા સંજોગોમાં આગ બુઝાવવા માટેના સાધનો લગાવવામાં આવ્યા હોય છે કામ ન આવ્યા અને બસમાં આગ વધુ ભીષણ બની હતી. જો બસમાં યોગી સંસાધન હોટ તો આગને વધતાં પહેલા જ કાબૂ લઈ શકાઈ હોત.

જેમ સમની માણસોના વાહનોની સમયાંતરે ચકાસણી અને મેન્ટેન્સ કરવામાં આવે છે તેમ સરકારી બસમાં પણ આ નીતિ અપનાવવી જોઈએ જેના કારણે ભવિષ્યમાં આવ કોઈ અકસ્માતને ટાળી શકાય. આ અકસ્માતમાં બસમાં કોઈ પેસેંજર ન હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ જો પેસેંજર બસમાં હોય તો આ એક મોટી દુર્ઘટના બની જતી.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular