Thursday, April 30, 2026
HomeGujaratરાજકોટમાં કરૂણ ઘટના: બહેનને બચાવવા ગયેલો ભાઈ પણ ડૂબ્યો, સ્વિમિંગ પૂલમાં બે...

રાજકોટમાં કરૂણ ઘટના: બહેનને બચાવવા ગયેલો ભાઈ પણ ડૂબ્યો, સ્વિમિંગ પૂલમાં બે માસૂમના મોત

- Advertisement -
  • સોપાન હાઈટ્સના પૂલમાં રમતા રમતા ઉતર્યાં પાણીમાં, પળોમાં બની દુર્ઘટના
  • માત્ર 14 દિવસ પહેલાં રાજકોટ આવેલા પરિવારમાં કલ્પાંત, બે બાળકોના મોતથી શોક છવાયો

નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટ શહેરના રૈયા ધાર વિસ્તારમાં આવેલા સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના કરૂણ મોત નિપજ્યા છે. બહેનને બચાવવા પાણીમાં ઉતરેલા ભાઈ પણ ડૂબી જતા બંને માસૂમોના જીવ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, 30 માર્ચના રોજ બપોરે અંદાજે 2:30 થી 3:30 વાગ્યાના સમય દરમિયાન બિલ્ડિંગમાં સફાઈ કામ કરતા નેપાળી પરિવારના બંને બાળકો રમતા રમતા સ્વિમિંગ પૂલ પાસે પહોંચી ગયા હતા. આ દરમિયાન 5 વર્ષની બાળકી નાહવા માટે પૂલમાં ઉતરી હતી. બહેનને પાણીમાં ડૂબતી જોઈ 7 વર્ષનો ભાઈ તેને બચાવવા માટે દોડ્યો હતો, પરંતુ બંને પાણીમાં ડૂબી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

- Advertisement -

ઘટનાની જાણ થતાં બિલ્ડિંગના રહેવાસીઓ અને બાળકોના માતા-પિતા તરત જ સ્થળ પર પહોંચ્યા હતા. બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તપાસ કરીને બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. મૃતકોની ઓળખ દીપેશ કરણભાઈ ભંડારી (ઉંમર 7 વર્ષ) અને દેપસીકા કરણભાઈ ભંડારી (ઉંમર 5 વર્ષ) તરીકે થઈ છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, બાળકોના માતા-પિતા મૂળ નેપાળના રહેવાસી છે અને તેઓ છેલ્લા 14 દિવસથી સોપાન હાઈટ્સમાં સફાઈ કામદાર તરીકે રહેવા આવ્યા હતા. આ અચાનક બનેલી દુર્ઘટનાથી પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે.

- Advertisement -

પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular