Friday, May 1, 2026
HomeBusinessઓસ્ટ્રેલીયન વાવાઝોડાથી આયર્ન ઓરમાં આવેલી તેજી ટકાઉ સાબિત નહિ થાય

ઓસ્ટ્રેલીયન વાવાઝોડાથી આયર્ન ઓરમાં આવેલી તેજી ટકાઉ સાબિત નહિ થાય

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): પશ્ચિમ ઓસ્ટ્રેલીયાના દરિયા કાંઠે વિશુવૃત્તીય વાવાઝોડું નરેલા ટ્રાટકતા આયર્ન ઓરની પુરવઠા અછતની ચિંતાઓ વધી છે અને ભાવમાં આરંભિક વૃદ્ધિ નોંધાઈ છે. બહુ બધું નુકશાન નહિ થયું હોઈ, ટ્રેડરો માને છે કે પુરવઠો બહુ બાધ્ય નહિ થાય, એક તો ચીનના પોર્ટ પર માલભરાવો થયો છે અને ચીનના ઔધ્યોગિક શહેર તંગશાન સ્ટીલ ઉત્પાદનના નિયમો કડક બનાવવામાં આવ્યા હોવાથી આ સુધારો ટકાઉ સાબિત અહી થાય. દેલીયાન કોમોડીટી એક્સચેન્જ મે વાયદો ૧૧૮ યુઆન (૧૧૮.૩૫ ડોલર) પ્રતિ ટન બંધ થવા અગાઉ ઊંચામાં ૮૩૧ યુઆન અને નીચે ૮૦૧ યુઆન ઇન્ટ્રાડે ટ્રેડ થયા હતા. સિંગાપુર એપ્રિલ વાયદો ૧૦૭.૪૫ ડોલર પ્રતિ ટન હતો. ઓસ્ટ્રેલીયાના ખાસ કરીને પીલ્બારા વિસ્તારના અસંખ્ય પોર્ટ બંધ કરી દેવામાં આવતા, નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે. ઓસ્ટ્રેલીયન ખાણ કંપની ફીનીક્સ રિસોર્સ ચેતવણી આપતા કહે છે કે આ દુર્ઘટના સાથે ડીઝલની અછતને પણ જોડવી જોઈએ. શાંઘાઈ મેત્લ્માંર્કેત્ના એક સુત્રે કહ્યું હતું કે વર્તમાન સર્વાંગી સ્થિતિ જોતા તમામ બલ્ક કોમોડીટીના ભાવ વધારાનું જોખમ વધી ગયું છે.

ભારતમાં સ્થાનિક માંગ અને નિકાસનું વલણ જોતા આયર્ન ઓરના જુદાજુદા ક્ષેત્ર અને શ્રેણી મુજબ ઓરિસ્સા ૬૨થી ૬૩ ટકા ફેરો એલોય ઓર લમ્પનાં હાજર ભાવ ટન દીઠ રૂ. ૫૫૦૦-૭૮૦૦ હતા. છત્તીસગઢ એનએમડીસી લમ્પ ૬૭ ટકા ફેરો એલોય રૂ. ૫૩૫૦, ૬૨ ટકાનાં ભાવ પ્રમાણમાં નીચા રૂ. ૩૫૦૦થી ૪૬૦૦ હતા. ભારત અને ચીનના ઉત્પાદકો, વધતા ઉર્જા ખર્ચા, કાચામાલ અને જહાજી નુર વૃદ્ધિ અને હોર્મ્ઝ સમુદ્ર્ધુનીની સમસ્યાઓને પગલે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઉદ્યોગોનું કહેવું છે કે કોમોડીટી કાચામાલો જેવા કે આયર્ન ઓર, સ્ક્રેપ સ્ટીલ, કોકિંગ કોલ, તાંબુ, પ્લાસ્ટિક વિગેરેના ભાવ વધ્યા હોવાથી અમારા અંતિમ ઉત્પાદન ખર્ચા ખુબ વધ્યા છે.

- Advertisement -

જો ડીઝલના ભાવ વધતા રહેશે તો અમારે અબજો ડોલરની નુકશાની ખમવાની આવશે. બજારના આંકડા સૂચવે છે કે સિંગાપુર ખાતે ડીઝલ સ્વેપ (કોમોડીટી ડેરીવેટીવ્ઝ) સોદા ઈરાન યુદ્ધ અગાઉ ૧૦૦ ડોલર હતા તે હવે ૧૦૮ ડોલર ઉપર જતા રહ્યા છે. રિયો-ટીંટો, ફોર્તેસ્ક્યું, જેવી મોટી આયર્ન ઓર ખાણ કંપનીઓએ ચીનની કેટલીક ગ્રુપ કંપનીઓ સાથેનાં કરાર અનુસાર પ્રાઈસ ઇન્ડેક્સનું પુન:ગઠન કરી નાખ્યું છે. ભારતીય સ્ટીલ ઉધ્યોગનો એક અહેવાલ કહે છે કે ઈરાન યુદ્ધ પછીથી ગેસ પુરવઠા અછતને પગલે ઉર્જા અને જહાજી ઉદ્યોગ બન્ને સમસ્યા, ઉદ્યોગ માટે ગંભીર બની છે.

જેએસડબ્લ્યુ જેવી સ્ટીલ કંપનીઓને જોઈતા ઉચ્ચ ગુણવત્તાવાળા કાચામાલોની ઉપલબ્ધતા સ્થાનિક બજારોમાં ઓછી થતા ભારતની ૩૧ માર્ચે પુરા થતા ૨૦૨૫-૨૬ વર્ષની આયર્ન ઓર આયાત ગત વર્ષ કરતા બમણી વધીને ૧૨૦થી ૧૪૦ લાખ ટનનો આંકડો વટાવી જાય તેવી સંભાવના છે. કુલ આયાતમાંથી બ્રાઝીલ અને ઓમાનનો હિસ્સો ૭૦ ટકા જેટલો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનું આયર્ન ઓર ઉત્પાદન ગત વર્ષના ૨૮૯૦ લાખ ટનથી વધીને ૩૦૫૦ લાખ ટન થશે. નિકાસ વર્ષાનું વર્ષ ૨૬ ટકા વધીને ૨૯૦ લાખ ટન થશે, મહત્તમ ૮૫ ટકા નિકાસ ચીનમાં થાય છે.

પશ્ચિમ ઓસ્ટ્રેલીયામાં આવેલા પીલબારા ક્ષેત્ર, જેનું અર્થતંત્રમાં ખુબજ મહત્વ છે તેની આગેવાન ખાણ કંપની બીએચપી, છેલ્લા એક દાયકામાં પ્રથમ વખત સલામત ખાણકામની માંગની સાથે મજુર હડતાલનો સામનો કરી રહી છે. ઈલેક્ટ્રીકલ ટ્રેડર્સ યુનિયન કહે છે કે ૬૦ જેટલા હાઈ વોલ્ટેજ સંરક્ષણ કર્મચારીઓ આ હડતાલમાં જોડાતા ખાણના સ્થળો પર વીજ પ્રવાહ અટકી પડ્યો છે.

- Advertisement -

(અસ્વીકાર સૂચના: commodity DNA અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular