Sunday, May 3, 2026
HomeGeneralવ્યારા PSI સમીર પરમાર યુવતીના પ્રેમમાં પાગલ થતાં સુખી લગ્ન સંસારમાં પલીતો...

વ્યારા PSI સમીર પરમાર યુવતીના પ્રેમમાં પાગલ થતાં સુખી લગ્ન સંસારમાં પલીતો ચોપાયો : પત્નીએ કરી પોલીસ ફરિયાદ

- Advertisement -

નવજીવન. અરવલ્લી: વાપી જીલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા સમીર પરમારને એક યુવતી સાથે આડા સંબંધો બંધાયા પછી તેમના લગ્નજીવનમાં ભંગાણ સર્જાયું છે. પીએસઆઈ સમીર પરમાર યુવતીના પ્રેમમાં અંધ બન્યો હોય તેમ તેની પત્ની સાથે મારઝૂડ કરતા તેમજ પીએસઆઈને તેના પરિવારે રોકટોક કરવાને બદલે સમર્થન કરતા પીએસઆઈ સમીર બેફામ બની તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે પીએસઆઈની પત્નીએ મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા મહિલા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.



- Advertisement -

મોડાસા તાલુકાના કુડોલ ગામના શર્મિષ્ઠાબેનના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ સાબરકાંઠાના હિંમતનગરના બામણા-પુનાસણ ગામના સમીરભાઈ છગનભાઇ પરમાર સાથે થતાં બે પુત્રોનો જન્મ થયો હતો. લગ્નના થોડા સમય પછી સમીર પરમાર પીએસઆઈ તરીકે પાસ થતા વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા પીએસઆઈ બન્યા પછી સમીર પરમાર દારૂની લતે ચઢી જવાની સાથે મારઝૂડ ચાલુ કરી દીધી હતી અને પત્નીને હું કહું તેમજ તારે કરવાનું નહિ કરે તો બીજા લગ્ન કરી લેવાની ધમકી આપતો રહેતો હતો. તેમ છતાં મહિલા તેના બે પુત્રોના ભવિષ્યને લઈને મુંગા મોઢે બધું સહન કરતી હતી.

વ્યારા પીએસઆઈ સમીર પરમાર કોઈ યુવતી સાથે ભાગી ગયો હોવાના મેસેજ ૫ વર્ષ અગાઉ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા તેમની પત્ની ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે સમીર પરમારને પુછતા તેને ચંદા નામની યુવતી સાથે સંબંધ હોવાનું અને તેની સાથે લગ્ન કરવાનું જણાવી તેની પત્નીને બેફામ ગાળો બોલી મારઝુડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા મહિલા પિયર કુડોલ ખાતે બંને પુત્રો સાથે રહેવા આવી ગઈ હતી અને સામાજીક રીતે સમાધાનના પ્રયત્નો કરવા છતાં પ્રેમમાં અંધ બનેલ પીએસઆઈ નહીં સુધરતાં અને સાસરી પક્ષના લોકો પણ પીએસઆઈ ને સપોર્ટ કરતા અને સમીર પરમારની પ્રેમિકા ચંદાએ પણ ધાકધમકી આપતા આખરે મહીલાએ પોલીસ શરણ લેવાની ફરજ પડી હતી.



- Advertisement -

અરવલ્લી મહિલા પોલીસ મથકમાં પીએસઆઈની પત્ની ધર્મિષ્ઠા બેને પીએસઆઇ પતિ સમીરભાઇ છગનભાઇ,સસરા છગનભાઇ દલાભાઈ,સાસુ અંબાબેન,કાકાજી દિનેશભાઇ અને પુરષોતમ ભાઈ તેમજ અન્ય સ્ત્રી ચંદાબેન સામે ઇપીકો 498A,323,324,504,506(2),114 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તાપસનો ધમધમાટ શરૂ કર્યો છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular