નવજીવન. વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો આવી રહ્યો છે. અલગ અલગ શહેરોમાં પણ કેસની સંખ્યામાં વધારો આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી એક જ અઠવાડીયામાં 80 જેટલા પોઝિટિવ કેસ આવતા યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતાતુર થયા છે. ગઈકાલે ગર્લ્સ હોસ્ટેલમાં પોઝિટિવ કેસ આવ્યા હતા જ્યારે આજે બોયઝ હોસ્ટેલમાં પોઝિટિવ કેસ આવ્યા છે.
ગઈકાલે એમએસ યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલમાં કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાં 36 જેટલી વિદ્યાર્થિનીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ આજે બોયઝ હોસ્ટેલમાં 141 વિદ્યાર્થીઓએ સ્વૈચ્છીક ટેસ્ટ કરાવ્યા હતા. જેમાંથી 21 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત યુનિવર્સિટીના એક સિક્યોરીટી ગાર્ડનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
બે દિવસમાં એક સાથે આટલા કેસ આવતા અત્યારે હોસ્ટેલમાં સેનિટાઈઝેશનની કામગીરી શરુ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડીયા દરમિયાન એમએસ યુનિવર્સિટીના અદ્યાપક, વિનશૈક્ષણીક કર્મચારી તેમજ તેમના પરિવારજનો મોટી સંખ્યામાં પોઝિટિવ આવ્યા હતા અને હવા વિદ્યાર્થીઓમાં પણ આ સંક્રમણ ફેલાઈ રહ્યુ છે. જેટલા પણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવી રહ્યા છે તેમના ઘરે ફોન દ્વારા પરિવારને જાણ કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












