નવજીવન ન્યૂઝ.ભાવનગરઃ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં પોલીસને મોટી સફળતા મળી છે. સખવદર અને સર ગામની સીમમાં આવેલી મરબીવાળું ઢોળાવાળી વાડી વિસ્તારમાંથી અફીણ અને ગાંજાના વાવેતરનો કુલ રૂ. 10,92,85,300નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. શિહોર પોલીસ સ્ટેશન દ્વારા એન.ડી.પી.એસ. અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. SHIHOR NDPS CASE
બાતમીના આધારે દરોડો
પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ તથા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એન.ડી.પી.એસ. સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને શિહોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. SHIHOR NDPS CASE
શું મળ્યું સ્થળ પરથી?
દરોડા દરમિયાન નીચે મુજબનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો:
- 1087.52 કિલોગ્રામ લીલા પોપી ડોડા (અફીણના છોડ)
- 26.060 કિલોગ્રામ સુકવેલ પોપી ડોડા
- 19.140 કિલોગ્રામ લીલા ગાંજાના છોડ
- બે મોબાઇલ ફોન સહિત અન્ય દસ્તાવેજી પુરાવા
કુલ મળેલા માલની અંદાજિત કિંમત રૂ. 10,92,85,300 ગણવામાં આવી છે. SHIHOR NDPS PRESS NOTE
આરોપીઓ કોણ?
પોલીસે સખવદર ગામની સીમમાં રહેતા સંજયભાઈ ઉર્ફે મનુભાઈ ઉર્ફે સંઘાભાઈ રૂપાભાઈ ચૌહાણ (ઉ.વ.55) અને બોઘાભાઈ રૂપાભાઈ ચૌહાણ (ઉ.વ.53)ને આરોપી તરીકે નામજદ કર્યા છે. બંને ખેતી કરતા હોવાનું સામે આવ્યું છે. તેમની સામે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. SHIHOR NDPS CASE
કાર્યવાહી કરનાર ટીમ
આ સમગ્ર કામગીરી શિહોર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાઈ હતી. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે કે આ ગેરકાયદેસર વાવેતરમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં.








