Monday, May 4, 2026
HomeGeneralસુરતમાં નશામાં ચુર એક વ્યક્તિ ચાકુ લઈને રસ્તે જતા લોકોને ડરાવાનો પ્રયાસ...

સુરતમાં નશામાં ચુર એક વ્યક્તિ ચાકુ લઈને રસ્તે જતા લોકોને ડરાવાનો પ્રયાસ કર્યો, પોતાને પોલીસ ગણાવતો હતો

- Advertisement -

નવજીવન. સુરતઃ ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ગુજરાતમાં કેટલાક લોકો દારુ પીને રસ્તા પર નાટક કરતા હોય તેવા કિસ્સા ઘણી વાર સામે આવતા હોય છે. પરંતુ કેટલીક વાર આવા વ્યક્તિઓના કારણે રસ્તા પરથી પસાર થતા લોકોને સુશ્કેલીનો સામનો કરવો પડે છે. સુરતનાં વેસુ વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે. એક વ્યક્તિ દારુના નશામાં રસ્તા વચ્ચે હાથમાં ચાકુ લઈને લોકોને ડરાવી રહ્યો હતો.

આ દારુના નશામાં ધુત વ્યક્તિ રસ્તામાં ચાકુ લઈને આવતા-જતા વ્યક્તિઓને ડરાવી રહ્યો હતો. તે વ્યક્તિ પોતાની ઓળખાણ પોલીસ તરીકે આપી રહ્યો હતો. રસ્તા પરથી પસાર થતા લોકોને આ વ્યક્તિ પર ગુસ્સો આવી રહ્યો હતો તેમ છતા પોલીસની ઓળખાણ આપવાને કારણે લોકોએ પોતાનો ગુસ્સો દબાવી દીધો હતો. રસ્તે પસાર થતા વ્યક્તિઓએ આ નશામાં ચુર વ્યક્તિનો વીડિયો લઈને વાયરલ કર્યો હતો.

- Advertisement -



સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, “ખબર નહિ નશાની હાલતમાં હાથમાં ચાકુ લઈને ફરતો વ્યક્તિ પોલીસમાં છે કે નહીં પણ લોકોમાં તેની સામે ગુસ્સો ચોક્કસ હતો. જોકે પોલીસ હોવાનું કહેતા કોઈએ કાયદો હાથમાં ન લીધો પણ વીડિયો બનાવી વાઇરલ કર્યો કે ,આ બાબતે પોલીસ કોઈ કામ કરે ને આવા લોકોને જેલમાં પૂરે તે જરૂરી છે.”

નશામાં ચૂર વ્યક્તિ પોતાને પોલીસ ગણાવી રહ્યો હતો પરંતુ કામ ગુંડા જેવુ કરી રહ્યો હતો. ચાકુથી વારંવાર લોકોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે લોકો પણ સતર્ક હતા. એટલું જ નહીં જો તેણે કોઈને જરા પણ નુકશાન કર્યું હોત તો એની ધુલાઈ પાક્કી હતી. લગભગ 10 મિનિટથી વધુ આ નાટક ચાલ્યુ પછી લોકો પણ કંટાળી પોત પોતાના કામે ચાલ્યા ગયા હતા.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular