8 યુવકોએ પથ્થરો મારી 1 યુવકની હત્યા કરી
જય અમીન (અરવલ્લી.નવજીવન ન્યૂઝ) : અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના હરિપુરા ગામમાં અગાઉ વરઘોડામાં બે યુવકોના ગ્રુપમાં સામાન્ય બોલાચાલી પછી ઝગડો થતા સ્થળ પર હાજર એક યુવકે બંને ગ્રુપ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. રિંટોડાનો યુવક તેના મિત્રો સાથે ઘરે જવા નીકળ્યા ત્યારે રાત્રિના સુમારે હરિપુરા અને કાળી ડુંગરીના 8 યુવકોએ પથ્થરો વડે જીવલેણ હુમલો કરતા રિંટોડાના યુવકનું મોત નીપજ્યું હતું. અન્ય એક યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. યુવકની હત્યાના સમાચાર સમગ્ર વિસ્તારમાં ફેલાતા ભારે ચકચાર મચી હતી ભિલોડા પોલીસે 8 યુવકો સામે હત્યાનો ગુન્હો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ભિલોડાના રીંટોડા ગામનો હાર્દિક સતીશભાઈ હોથા તેના મિત્રો સાથે હરિપુરા ગામમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યારે વરઘોડામાં અન્ય સ્થાનિક યુવકો અને કાળી ડુંગરી ગામના યુવકો સાથે ઝગડો થતા સુમિતભાઈ નામના વ્યક્તિએ બંને ગ્રુપ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જોકે હરીપુરા અને કાળી ડુંગરી ગામના યુવકોના માથે ખુન્નસ સવાર થયું હોય તેમ હાર્દિક હોથા અને તેના મિત્રો ઘરે વાહનો લઈ પરત ફરતા હતા ત્યારે છુટ્ટા પથ્થરો વડે હુમલો કરતા હાર્દિક સતીશભાઈ હોથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. યોગેશ મણિલાલ ડામોર (રહે,ભટોળા)ના માથાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો તેમજ અન્ય એક યુવક કૃણાલ સોમાભાઈ પાંડોરના હાથે અને બરડાના ભાગે ઇજાઓ પહોચી હતી. હુમલાખોર 8 યુવકો ફરાર થઈ ગયા હતા યુવકનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી. ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી.
ભિલોડા પોલીસે રીંટોડાના કૃણાલ સોમાભાઈ પાંડોરની ફરિયાદના આધારે હત્યારા (૧)જીજ્ઞેશ ઉર્ફે નાન્યો બરંડા, (૨)વિવેક ઉર્ફે મંગો બરંડા,(૩)પ્રજ્ઞેશ તબીયાડ,(૪)મનિષ તબીયાડ,(૫)દેવેન્દ્ર ખરાડી (રહે,હરીપુરા-ભિલોડા) અને (૧)સાવન ઉર્ફે જીવો ભગોરા ,(૨)રવિન્દ્ર ભગોરા,(૩) મહેશ ઉર્ફે દાનો ભગોરા (રહે,કાળીડુંગરી-ભિલોડા) વિરુદ્ધ બીએનએસ એક્ટ ૨૦૨૩ કલમ ૧૦૩(૧),૧૦૯(૧),૧૨૫ (એ) (બી),૧૮૯(૧),૧૯૧(૨),૧૯૦ તેમજ જીપીએક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








