Monday, April 20, 2026
HomeGeneralઅરવલ્લી: રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં દાગીના લૂંટતી ગેંગ સક્રિય

અરવલ્લી: રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં દાગીના લૂંટતી ગેંગ સક્રિય

- Advertisement -

ય અમીન(અરવલ્લી.નવજીવન ન્યૂઝ) : જો તમે રિક્ષામાં મુસાફરી સુરક્ષિત સમજતા હોય તો એ તમારી મોટી ભૂલ છે. રાજ્યના મોટા શહેરોમાં રિક્ષામાં મુસાફરોના વેશમાં ફરી પેસેન્જર મહિલાઓને લૂંટતી અનેક ઘટનાઓ બનતી રહે છે. ત્યારે અરવલ્લી જીલ્લાના ભિલોડા પંથકમાં રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં પેસેન્જર મહિલાઓને લૂંટતી ગેંગ સક્રિય થતા ભિલોડા સહિત સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે. ભિલોડાના નિવૃત્ત શિક્ષિકાને રિક્ષામાં બેસાડી દોઢ તોલાની સોનાની તુલસીની મગમાળાની તફડંચી કરી ફરાર થઈ જતા મહિલાના માથે આભ તૂટી પડ્યું હતું.

ભિલોડામાં રહેતા નિવૃત્ત શિક્ષિકા જશોદાબેન નારાયણભાઈ પટેલ કામકાજ હોવાથી રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે મુસાફરના સ્વાંગમાં રહેલી દાગીના લૂંટતી ગેંગની નજર પડતા રિક્ષા તેમની પાસે પહોંચી હતી. નિવૃત્ત શિક્ષિકા રિક્ષામાં બે મહિલાઓ મુસાફર તરીકે બેઠક હોવાથી વિશ્વાસ આવતા રિક્ષામાં બેઠા હતા. રિક્ષા ધોલવાણી ત્રણ રસ્તા નજીક પહોંચે તે દરમિયાન નિવૃત્ત શિક્ષિકાએ ગળામાં પહેરેલ બે લાખ રૂપિયાની સોનાની તુલસીની મગમાળાની તફડંચી કરી લીધી હતી. રિક્ષા ગેંગ મહિલાને ઉતારી ફરાર થઈ ગઈ હતી. નિવૃત્ત શિક્ષકાના ગળામાં પહેરેલ સોનાની મગમાળા ગાયબ થઈ જતા ચોંકી ઉઠ્યા હતા. લૂંટનો ભોગ બનેલ મહિલાએ ભિલોડા પોલીસનો સંપર્ક કરવા તજવીજ હાથધરી હતી.

- Advertisement -

ભિલોડા પંથકમાં ચેઇન સ્નેચરના ત્રાસ વચ્ચે રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં રહેલી દાગીના લૂંટતી ગેંગ સક્રિય થતા ભિલોડા સહિત સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. મહિલાઓ દાગીના પહેરી ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહી છે. ભિલોડા પોલીસે રિક્ષામાં મુસાફરોના દાગીનાની લૂંટ કરતી ગેંગને તાત્કાલિક ઝડપી પાડવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular