Sunday, May 24, 2026
HomeBusinessરિઝર્વ બેન્કે 5 અબજ ડોલર કરન્સી માર્કેટમાં ઠાલવતા રૂપિયો ધરખમ મજબુત

રિઝર્વ બેન્કે 5 અબજ ડોલર કરન્સી માર્કેટમાં ઠાલવતા રૂપિયો ધરખમ મજબુત

- Advertisement -

RBI આ મહિનાનામાં વધુ ડોલર બજારમાં ઠાલવી શકે છે

હાજર બજારમાં રૂપિયો 87.35 અને 88 વચ્ચે ટ્રેડ થતો રહેશે

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ઉછળકૂદ કરતા રૂપિયાને શાંત પાડવા રિઝર્વ બેન્કે ઓગસ્ટમાં અત્યાર સુધીમાં ૫ અબજ ડોલર ઓનસોર અને ઓફસોર કરન્સી માર્કેટમાં ઠાલવ્યા હતા. આ અહેવાલને પગલે એશિયાની સૌથી નબળી કરન્સીમાની એક રૂપિયો સોમવારે ડોલર સામે બે ફેબ્રુઆરી ૨૦૨૫ની ઊંચાઈ રૂ. ૭૮.૭૫થી ધરખમ મજબુત થઇને મંગળવારે રૂ. ૭૮.૫૮ સુધી ઇન્ટ્રાડેમાં શાંત પડી ગયો હતો. આ ઉથલપાથલનું મૂળ કારણ ટ્રમ્પ ટેરીફ વોર અને ભારતમાં વધતો ફુગાવો હતું. વર્તમાન નાણાકીય વર્ષમાં રૂપિય ૨.૩ ટકા નબળો પડ્યો હતો. છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સે તો ૯.૫૩ ટકાની ડૂબકી લગાવી છે. કરન્સી નબળી પડવાનું કારણ વિદેશી નાણા પ્રવાહમાં ઉભા થયેલા અંતરાયો છે અને બહારી અર્થતંત્રોનાં નબળા દેખાવની, સ્થાનિક બજારો પર થયેલી અસર પણ છે.

ગવર્નર સંજય મલ્હોત્રાએ ડીસેમ્બરમાં પદભાર સંભાળ્યા બાદ કરન્સી બજારમાં ખુબજ સાવચેતીપૂર્વક પગલાં ભર્યા હતા, પણ હવે તેમાં ખુબ મોટું પરિવર્તન આવ્યું છે. વિદેશી હૂંડિયામણ અનામતના છેલ્લા આંકડા જોઈએ તો નવેમ્બર ૨૦૨૪થી ૧ ઓગસ્ટ સુધીમાં ૯.૩ અબજ ડોલરનો હૂંડિયામણ ઘટાડો થઇને હવે આ અનામત ૬૮૯ અબજ ડોલર રહી છે.

રૂપિયો જો આથી વધુ નબળો પડે તો, ફુગાવાના વમળમાં ફસાયેલી ભારતીય ઈકોનોમીમાં ફુગાવાનું જોખમ વધવાની સંભાવના પણ વધી ગઈ હતી. ફીનરેક્સ ટ્રેઝરી એદ્વાઈઝરીનાં અનીલ ભાનુશાળી કહે છે કે હવે આપણને એ જોવાનું છે કે રિઝર્વ બેંક, રૂપિયાને ક્યા સુધી ટકાવી રાખે છે. ભારત પર અમેરિકન ટેરીફ નાખવામાં આવી ત્યાર પછી તો ફુગાવા વૃદ્ધિનો ડર વધુ વધ્યો હતો. રિઝર્વ બેંક સાથે સંકળાયેલા એક અનામી વ્યક્તિએ કહ્યું કે રિઝર્વ બેંક પણ હાથ પર હાથ જોડોને બેસી નથી રહી, તેણે પાંચ અબજ ડોલર ટૂંકાગાળામાં બજારા ઠાલવ્યા છે.

- Advertisement -

આ સંદર્ભે રિઝર્વ બેંક પાસેથી સત્તાવાર માહિતી માંગવામાં આવી હતી, પણ તે અનુત્તર રહી હતી. જો પરિસ્થિતિમાં બદલાવ નહિ આવે તો આરબીઆઈ આ મહિનાના બાકીના દિવસોમાં વધુ ડોલર બજારમાં ઠાલવી શકે છે, જે જાન્યુઆરી પછી સૌથી વધુ ડોલર વેચાણ હશે. અલબત્ત, રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે અર્થતંત્ર પ્રગતિ કરી રહ્યું છે, ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે ફુગાવો અમારા લક્ષ્યાંકની અંદર રહ્યો છે. શક્ય છે કે વર્ષાંત સુધીમાં વુગાવો કાબુ બહાર જાય. મીરાએ એસેટ્સએ એક નોંધમાં કહ્યું હતું કે હાજર બજારમાં રૂપિયો ૮૭.૩૫ અને ૮૮ વચ્ચે ટ્રેડ થતો રહેશે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર નીતિમાં અનિશ્ચિતતા સર્જાઈ હોવાથી, રૂપિયો નકારાત્મક ભૂમિકામાં રહે તેવી સંભાવના છે. જો કે અમેરિકન ડોલર નબળો પડતો રહેશે તો ભારતીય રૂપિયાને દરેક ઘટાડે ટેકારૂપ સાબિત થશે.

જો અમેરિકન જકાત દરમાં કોઈ વધુ ફેરફાર આવે અને તેને લીધે ભારતીય રુપીયા પર દબાણ વધવા સાથે રિઝર્વબેંક નવા પગલાં કેવાક લેશે તેને આધારે રૂપિયાની ચાલ નક્કી થશે. દરમિયાન, ભારત અને અમેરિકન બોન્ડ યીલ્ડ ફુગાવાની ચાલ નક્કી કરશે. મોર્ગન સ્ટેન્લી કહે છે કે જો અમેરિકન જકાતમાં કોઈ વધુ વધારો થશે તો, ભારતના અર્થતંત્રનાં વિકાસની ગતિ નબળી પડવાની ફરજ પાડશે. મોર્ગન સ્ટેન્લી કહે છે કે વેપાર વાટાઘાટો વખતે ભારતના વિકાસને ખાસ ધ્યાન પર લેવાનું રહેશે. ૨૫ ઓગસ્ટે ભારત અને અમેરિકા વચ્ચે છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો શરુ થશે. દરમિયાન ૧૦ વર્ષના બેન્ચમાર્ક બોન્ડનું યીલ્ડ ગત સપ્તાહે ૦.૦૪ ટકા વધીને ૬.૪૩ ટકા હતું. આનો અર્થ એ થાય કે વધઘટ બન્ને તરફી રહી છે.

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular