Thursday, April 23, 2026
HomeGujaratમાથેથી સાડીનો પાલવ સરકવા ન દેતી આ છે ગુજરાતની મહિલા સરપંચ; કહ્યું...

માથેથી સાડીનો પાલવ સરકવા ન દેતી આ છે ગુજરાતની મહિલા સરપંચ; કહ્યું ‘મને ભ્રષ્ટાચારની ગંધ આવે છે’

- Advertisement -

ગુજરાતમાં તાજેતરમાં જ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઇ હતી અને તેમાં નવા સરપંચો ચૂંટાયા. જેમાં નસવાડી તાલુકાની ડણી જૂથ ગ્રામ પંચાયતમાં એક મહિલા સરપંચ ચૂંટાઇને આવ્યા. પરંતુ તેમણે સરપંચ પદનો ચાર્જ સંભાળવાથી ના પાડતા પત્રકાર પરિષદ બોલાવી અને પોતે સાડીને પહેરીને આવેલા આ મહિલા સરપંચે માથેથી પાલવ સરકવા ન દેતા સવાલોના જવાબ આપતા બહાદુરીપૂર્વક કહ્યું મારી પહેલાના સરંપચો અને તલાટીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે મને ગામમાં થયેલા કાર્યોમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે પહેલા આ કામોમાં વપરાયેલા રુપિયા અંગે તપાસ કરવામાં આવે પછી જ હું સરપંચ પદનો પદભાર સંભાળીશ.

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાની ડણી જૂથ ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ રાઠવા મીરાબેનના આક્ષેપ મુજબ 2017 થી 2025 સુધી ના કામો જેમાં પૂર્વ સરપંચ,તલાટી કમ મંત્રી અને વહીવટદારોના શાસન દરમિયાન કરોડોની સરકારી ગ્રાન્ટથી વિવિધ વિકાસનાં કામોઓનો રેકોર્ડ દર્શાવવામાં આવ્યા હોવા છતાં, જમીની હકીકત તદ્દન જુદી જોવા મળે છે. તાજેતરમાં ચૂંટણી દ્વારા ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચ રાઠવા મીરાબેન હરીશભાઈ દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

આરોપો મુજબ, જો કે આ તમામ ખર્ચો ઑફિશિયલ રેકોર્ડ પર છે, જમીન સ્તરે આ કામો પૂરતું અથવા ક્યાંય દેખાતા નથી. ડણી ગામે ગટર લાઇન, સી.સી. રોડ, શૌચાલય, સીમ બાંધકામ, સુરક્ષા દિવાલ, બોર મોટર, પેવડિપ માર્ગ, ડ્રેનેજ, વોટર સપ્લાય, કોમ્યુનિટી સેનેટરી કોમ્પલેક્ષ જેવા કામો માટે કુલ લાખો રૂપિયાનું અનુમોદન અને ખર્ચ રેકોર્ડ પર દર્શાવાયું છે.નવા સરપંચ દ્વારા આ કામો સ્થળ ઉપર ચકાસણી કર્યા બાદ આરોપ લગાવ્યો કે, “આ ઘટનાઓ સરકારી નાણાંની ઉચાપતનો સ્પષ્ટ સંકેત આપે છે.” આ તમામ વિસંગતતાઓ સામે તંત્ર દ્વારા તપાસ ન થવા અંગે અસંતોષ વ્યક્ત કરતાં “જ્યાં સુધી જમીન સ્તરે તપાસ નહીં થાય ત્યાં સુધી હું પંચાયતના ચાર્જ નહીં સ્વીકારું” એવી સ્પષ્ટ વાત કરી છે.

ભ્રષ્ટાચાર ની ગંધ આવતા સંપૂર્ણ ચાર્જ લેવાનો ઇનકાર ડણી જૂથ ગ્રામપંચાયત ના રાઠવા મીરાબેને નવા ચુંટાયેલા સરપંચ.કામો ઓન રેકર્ડ ઉપર બોલે છે પરંતુ જમીની લેવલે થયેલા હોઈ એવું મારી ધ્યાને આવેલ નથી, તો આ બાબતે જે પણ સરપંચ, વહીવટદાર, તલાટી કમ મંત્રી નો હાથ હોય એવા તમામ કર્મચારી ઉપર નાણાકીય ઉચાપત કરેલ હોય જેના માટે ઉચ્ચસ્તરીય કમિટી બોલાવી જમીની લેવલે તપાસ થાય એવી મારી માંગણી છે.

જમીન પર ના થયેલા કામો ની વિગત સરપંચએ લેખિત પત્ર લખી તપાસ ની માંગ કરી.આક્ષેપોના મુદ્દાસર દર્શાવ્યા મુજબ:

- Advertisement -

કેટલાક નોંધપાત્ર ખર્ચ:

૧.ડણી ગામે ગટર લાઈન =૧,૭૯,૩૭૭/- તા. ૨૩/૦૭/૨૦૨૪

૨.ડણી ગામે સી.સી રોડ =૧,૨૩,૦૯૫/- તા. ૫/૦૪/૨૦૨૪

- Advertisement -

૩.ડણી ગામે સી.સી રોડ=(૧)૮૧,૯૫૨/- (૨)૧,૦૨,૯૨૦/- તા.૧૬/૦૪/૨૦૨૪

૪.ડણી ગામે ગટર લાઈન =૮૫,૦૦૦/- તા.૨૯/૦૭/૨૦૨૪

૫.ડણી ગામે ગટર લાઈન = ૨,૧૮,૦૦૦/-

૬.માતોરાગામે ગટર લાઈન = ૨,૦૦,૦૦૦/-

૭.ડણી ગામે પટેલ ફળિયામાં કોરકા કોતર પાસે સરક્ષણ દિવાલનું કામ :૩,૩૩,૦૦૦/-

8.ડણી ગામે અંબાલાલ નાં ઘર પાસે બોર મોટર =૧,૪૭,૪૫૮/- (બે વખત બોલે છે)

9 ડણી ગામે અંબાલાલ ના વાડાની બાજુમાં સીમ= (1) ૧,૬૫,૦૦૦/- , (2). ૧,૨૭,૬૭૯/- (3) 1,02000/-

૧૦.ડણી ગામે શૌચાલય = (૧)૫૯,૦૦૦/- (૨)૬૮૬૬૭/- (૩)૭૩૦૦૦/- (૪)૨૦૪૩૯/- (૫)૨૦૦૯૪/ *

૧૧. ડણી ગામે અંબાલાલ નાચુના માર્કિંગ નું નામ =૧૭,૫૯૫/-

૧૨.ડણી ગામે માતાજીના મંદિરથી સી.સી રોડ (૧)૩૪,૫૦૦/-(૨)૩૮,૫૦૦/- (૩)૩૧૮૫૯/-

૧૩.ડણી ગામે બોરવાણી તરફ રસ્તે પેવડીપ= (૧)૩૪,૫૦૦/-(૨)૪૦,૦૩૪/-(૩)૩૯,૬૭૫/-

૧૪. ડ્રેનેજ કન્ટ્રકશન=૧૭૯૨૭૫/- ૧૫મું નાણાપંચ

૧૫. કન્ટ્રકશન ઓફ રોડ-૨૦૦૦૦૦/- ૧૫મું નાણાપંચ ૧૬.કન્ટ્રકશન ઓફ રોડ=૨૭૧૧૨૪/- ૧૫મુ નાણાપંચ

૧૭.કન્ટ્રકશન ઓફ કોમ્યુનિટી સેનેટરી કૉટોલેક્સ=૧૫૦૦૦૦/- ૧૫મું નાણાપંચ

18.કન્ટ્રકશન ઓફ રોડ=૧૦૦૦૦૦/- ૧૫મું નાણાપંચ 19. વોટર સપ્લાય ટુ વિલેજ =૧૨૫૦૦૦/- ૧૫મુ નાણાપંચ 20. વોટર સપ્લાય ટુ વિલેજ =૧૨૫૦૦૦/- ૧૫મું નાણાપંચ

ડણી જૂથ ગ્રામ પંચાયતમાં ૨૦૧૭ થી જુલાઈ ૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન કામગીરી કરેલ સરપંચ વહીવટદાર અને તક મંત્રીની ટૂંકમાં વિગત
નામ
1.સરપંચ.રાઠવા દામાભાઈ કચરાભાઈ
તલાટી ભાવેશભાઈ ડામોર
તલાટી. નીશીતભાઈ પંચાલ

2017 થી 2022 સુધી વહીવટદાર
વહીવટદાર મેહુલભાઈ મકવાણા
તલાટી કે.વી.ભુરીયા

2022 થી 2025
વહીવટદાર.તોસીફભાઈ વાય. પઠાણ
તલાટી ઈશ્વરભાઈ રાઠવા
તલાટી કામિની વાઘેલા
તલાટી બાબુભાઈ રાઠવા
તલાટી ઈશ્વરભાઈ રાઠવા

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular