નવજીવન. સુરત: સુરતમાં બે લોકરક્ષક દળના જવાનોએ અરજી ફગાવવા માટે 20000 રુપીયાની લાંચની માગણી કરી હતી. આ બે LRD જવાન પૈકી એકની સુરત એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે LRD જવાનોએ પૈસેની લેતીદેતી અંગેની ફરિયાદ ફગાવવા માટે લાંચની માગણી કરી હતી.
ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ પૈસાની લેતીદેતી અંગેની ફરિયાદ નોંધાઈ હતી, આ ફરિયાદમાં એક તરફી તપાસ કરવા અને ફરિયાદ ફગાવવા માટે આરોપી એજાઝ જુનેજાએ 20,000 રુપીયાની માગણી કરી હતી. ફરિયાદીને આ લાંચ ન આપવી હોવાને કારણે તેમણે એસીબીમાં આ અંગે ફરિયાદ કરી હતી.
ફરિયાદના આધારે એસીબી સુરતના પોલીસ ઈન્સપેક્ટર એ. કે. ચૌહાણે ટ્રેપનું આયોજન કર્યું હતું. આ ટ્રેપમાં આરોપી એજાઝ જુનેજાની જગ્યાએ બીજા આરોપી અમિત રબારીએ લાંચ સ્વીકારી હતી. તેને એસીબી દ્વારા લાંચ સ્વીકારતા રંગેહાથ પકડવામાં આવ્યો હતો. એસીબી દ્વારા અમિતની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












