Tuesday, June 23, 2026
HomeGujaratકચ્છઃ સમૂહલગ્નમાં મહંત પર જીવલેણ હુમલો, 7 સામે ફરિયાદ

કચ્છઃ સમૂહલગ્નમાં મહંત પર જીવલેણ હુમલો, 7 સામે ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.કચ્છઃ કચ્છના (Kutch) નખત્રાણામાં સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો જે દરમિયાન મહંત પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર હજારોની ભીડ વચ્ચે 7 શખ્સોએ મળીને મહંત પર હુમલો કરી દીધો હતો.

આ અંગે 52 વર્ષીય મહંત રામગીરી ગુરુશ્રી મહેન્દ્રગીરી મહારાજ દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. મહંત ત્રિકમ સાહેબ આશ્રમ કુકમા ખાતે રહે છે. તેમની ફરિયાદ પ્રમાણે આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાના ઈરાદે એક સંપ થઈને તેમનું ગળું પકડી માર માર્યો તતા વાળ ખેંચી સન્માનમાં આપવામાં આવતી છબી તેમના માથે મારી હતી. તેમને નીચે પાડી દઈને પુરો જ કરી દેવો છે તેવું કહી બે હાથથી ગળુ પકડી દબાવીને માર માર્યો. ઉપરાંત જાહેરમાં અપશબ્દો આપી સ્ટેજ પર આવીને ઝપાઝપી કરી હતી.

- Advertisement -

તેમણે કહ્યું કે હું ગુરુ ગરવા જમાજમાંથી આવું છું અને પશ્ચિમ કચ્છ સમાજના 18મા સમુહ લગ્ન ગત તા. 12મીએ એટલે કે ગઈકાલે હતા. જેમાં મને મહંત તરીકેનો દરજ્જો આપવામાં આવ્ય હતો. જે નાગલપુર ફાટક ગરવા સમાજ વાડી ખાતે હતો. દરમિયાન 11મીએ અમારા ગરવા સમાજના માજૂ પ્રમુખ રમેશભાઈ ગરવા તથા પ્રાણભાઈ ગરવા અને ગરવા સેવા ટ્રસ્ટના પ્રમુખ હીરાલાલ જીવરાજભાઈ ગરવા, મંત્રી ધીરજભાઈએ મને સમૂહ લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું હતું.

હું સમાજના પ્રસંગમાં અન્ય આગેવાનો સાથે સ્ટેજ પર બેઠો હતો. સન્માનની વિધી ચાલી રહી હતી. મારા સન્માન માટે જ્યારે મને ઊભો કર્યો ત્યારે અમારા જ સમાજના આરોપી રમણીક શાંતિલાલ ગરવા (માંડવી) સ્ટેજ પર આવ્યા અને મારા પર હુમલો કરી દીધો. રમણીકનું ઉપરાણું લઈ વિશાલ રવિલાલ ગરવા (ભુજ), દિપક તુલસી ગરવા (નખત્રાણા), પ્રકાશ દેવજી ગરવા (નખત્રાણા), ભદ્રેશ ભવાન ગરવા (ભુજ), ધવલ હીરા દવે (નખત્રાણા), ભરત પુંજા ગરવા (નખત્રાણા) એ ભેગા મળી મને માર માર્યો હતો.

આ જ રમણીકે એક વર્ષ પહેલા કુકમા ખાતે આશ્રમ પર આવીને મારી સાથે માથાકુટ કરી હતી જેની ફરિયાદ અમે પધ્ધર પોલીસ મથકે આપી છે. રમણીક તથા અન્યોએ મને જાનથી મારી નાખવા માટે ધમકી પણ આપી હતી.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular