Thursday, April 16, 2026
HomeBusinessજો અમેરિકા ૨૫ ટકા કોપર ટેરીફ વધારે તો ન્યુયોર્ક/લંડન ભાવ તફાવત વધીને...

જો અમેરિકા ૨૫ ટકા કોપર ટેરીફ વધારે તો ન્યુયોર્ક/લંડન ભાવ તફાવત વધીને ૨૨૮૭ ડોલર થાય

- Advertisement -

અમેરિકન ડીસેમ્બર કોપર વાયદો વૈશ્વિક ભાવ પર ટન દીઠ ૧૭૦૭ ડોલર અથવા ૧૮ ટકાનાં પ્રીમિયમે

અમેરિકા આયાત જકાત નાખશે, એવી શક્યતાને આધારે ચાલતા વેપારને “કોપર ટેરીફ ટ્રેડ” નામ

કોપરમાં મંદીવાળા અત્યારે શોર્ટ કવરીંગમાં પડ્યા છે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સંરક્ષણાતમ્ક જકાતનીતિનો અમલ કરવાનું અમેરિકા ચાલુ રાખશે તો, હવે પછી કોપર (Copper) સૌથી વધુ વળતર આપવાની તક ધરાવટી કોમોડીટી સાબિત થશે, એવું નિરીક્ષણ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાસને લાગી રહ્યું છે. બેન્કને લાગે છે કે વિદેશી કોપર આયાત ઉપર ૨૫ ટકાની આયાત જકાત લાગવાના ચાન્સ હવે ૯૦ ટકા જેટલા વધી ગયા છે. પણ બજાર ભાવનું વલણ એવું સૂચવે છે કે આવું બનવા માટેના ચાન્સ ૬૦ ટકા જેટલા જ છે. અત્યારે જો વ્યુહાત્મ્ક રીતે જોઈએ તો, ટ્રમ્પ સરકાર વધારાની આયાત જકાત નાખશે, એવી શક્યતાને આધારે ચાલતા વેપારને “કોપર ટેરીફ ટ્રેડ” એવું નામ આપી શકાય. આ ઘટનાએ તેજીવાળાઓને ડીસેમ્બર ૨૦૨૫ કોમેકસ વાયદામાં એલએમઈ વાયદા સામે પ્રીમીયમ અપાવ્યું છે.

રાષ્ટ્રીય સુરક્ષા થંભી ગઈ છે, એવું ફેબ્રુઆરીમાં ટ્રમ્પ સરકારે કરેલી કલમ ૨૩૨ મુજબ કોપર આયાત તપાસમાં જણાયું હતું કે ચોક્કસ પ્રક્રિયામાં આયાત કરવી આવશ્યક છે, એવું જણાયું ત્યારે ખબર પડી કે રાષ્ટ્રીય સુરક્ષા પણ જોખમમાં છે. સાદા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે જો નવી ટેરીફ લાદવામાં આવશે તો, અમેરિકન કોપરના ભાવમાં, અન્ય દેશોની તુલનાએ મોટો ઉછાળો આવશે. હાલમાં અમેરિકન ડીસેમ્બર કોપર વાયદો, વૈશ્વિક ભાવ પર ટન દીઠ ૧૭૦૭ ડોલર અથવા ૧૮ ટકાનાં પ્રીમિયમથી બોલાય છે. આ સ્થિતિમાં જો અમેરિકા ૨૫ ટકા ટેરીફ વધારે તો, ગોલ્ડમેન સાસ માને છે કે ભાવ તફાવત વધીને ૨૨૮૭ ડોલર થશે. ગોલ્ડમેન માને છે કે જુન સુધીમાં, કલમ ૨૩૨ મુજબ કોપર આયાત તપાસ આદર્યા પછી ૧૨૫ દિવસ બાસ આ ટેરીફ લાગુ પડવાના ચાન્સ ૫૫ ટકા જેટલા વધી ગયા છે.

- Advertisement -

ટેકનીકલ રીતે જોવા જઈએ તો મંદીવાળાનું અત્યારે શોર્ટ કવરીંગ (વેચેલા વાયદા પાછ લેવા) ચાલે છે. એલએમઈ ત્રિમાસિક વાયદામાં ઉભા ઓળિયા (ઓપન ઇન્ટરેસ્ટ) ૧૭.૧૧ ટકા ઘટીને ૨૩૯૩ કોન્ટ્રેક્ટ રહ્યા છે, પણ ભાવ ૭.૮ ડોલર વધ્યા છે. આ વાયદો ગુરુવારે ત્રણ મહિનાની ઉંચાઈએ ૯૪૧૩.૮૦ ડોલર પ્રતિ ટન થઇ ૯૩૫૯.૮૮ ડોલર મુકાયો હતો. જ્યારે ન્યુયોક કોમેકસ મે ૨૦૨૫ વાયદો ૪.૮૫ ડોલર પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલ્યો હતો. નબળા ડોલરે પણ ભાવને ઉંચે જવામાં મદદ કરી હતી.

ટ્રમ્પ સરકાર એટલું તો માને છે કે અમેરિકા આયાતી કોપર પર નિર્ભર છે, અને જો ટેરીફ નાખશે તો સ્પલાય ચેઈન તકલીફમાં મુકાશે અને વપરાશકાર સેકટરને મુશ્કેલી પડશે. નીતિ ઘડનારાઓ માટે આ ચિંતાનો વિષય છે. રાષ્ટ્રીય સુરક્ષા, પાવર ગ્રીડ, ઈલેક્ટ્રીકલ વ્હીકલ, અને એઆઈ ટેકનોલોજીમાં કોપરનો ઉપયોગ થાય છે, અને આ બધા જ ક્ષેત્રો રાષ્ટ્રની આર્થિક સલામતી સાથે સીધે સીધા સંકળાયેલા છે. ગોલ્ડમેન માને છે કે આને લીધે કોપર રીસાયકલિંગમાં રોકાણ વધશે. જે બંધ પડેલી સ્મેલટર રીફાઈનરીની ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદરૂપ થશે. આનાથી કોપરની નિકાસ માંગ ઘટશે, પરિણામે બીજા દેશમાં તે મોંઘી પણ પડશે.

માત્ર કોપર જ શુકામ? ચીન તો, રાષ્ટ્રીય સલામતી, આર્થિક સલામતી, અને અમેરિકા જેવા દેશમાં થતી ૫૦ ટકા કોપર નિકાસમાં પણ તેનું પ્રભુત્વ છે. ગતવર્ષે અમેરિકાએ ૭ અબજ ડોલરની ૭.૨૫ લાખ ટન રીફાઈન્દ કોપર ચીનથી આયાત કરી હતી. ૨૦૧૦મા ઊંચા ભાવ અને સખ્ત નિયંત્રણોને લીધે આ આયાત માત્ર ૨૫ ટકા હતી. ૨૦૧૦ પછીથી અમેરિકાનું કોપર ઉત્પાદન ૨૦ ટકા ઘટ્યું હતું. આથી વિપરિત જાગતિક બજારમાં ઉત્પાદન વધ્યું હતું અને તેમાં ચીનનો કોપર ઉત્પાદન હિસ્સો ૪૦ ટકા હતો. આ સ્થિતિમાં જો અમેરિકાની કોપર માંગ વધશે તો ચીન, પેરુ અને કેનેડા જેવા દેશોમાંથી આયાત વધારવી પડશે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular