નવજીવન. પંજાબ : પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ મંગળવારે ગેરકાયદે રેતી ખનન કેસમાં સીએમ ચન્નીના ભત્રીજાના ઘર પર દરોડા પાડ્યા હતા. ગેરકાયદેસર રેતી ખનન કેસમાં CM ચન્નીના નજીકના સંબંધીના 10 અલગ-અલગ સ્થળો પર EDએ દરોડા પાડ્યા છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.
ગેરકાયદેસર રેતી ખનન કેસના સંદર્ભમાં EDએ મંગળવારે આ દરોડા પાડ્યા હતા. સીએમના સંબંધીનું નામ ભૂપેન્દ્ર સિંહ હન્ની જણાવવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં મોહાલીનો પણ સમાવેશ થાય છે.ચૂંટણી પંચે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી એક દિવસ અગાઉ 14 ફેબ્રુઆરીના બદલે 20 ફેબ્રુઆરીએ કરાવવાનો નિર્ણય લીધો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












