મંદિવાળાના હેમરિંગને કારણે ભાવ ગેપથી નીચે આવી ગયા
બદલાયેલા ફંડામેનટલ્સ: હવામાનમાં આવતા બદલવ હવે નેચરલ ગેસ ભાવને દોરવણી આપે છે
ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અમેરિકન નેચરલ ગેસના (Natural gas) ફન્ડામેન્ટલ આંતરપ્રવાહને ધ્યાનમાં લઈએ તો ૨૦૨૪માં ભાવમાં મોટી ઉથલપાથલ સાથે પ્રમાણમાં મંદિવાળાની તરફેણ કરતાં રહેશે. ૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલી મંદીના કાળમાં ભાવ ૪૦ ટકા તૂટયા. ૧૯ ફેબ્રુઆરીએ ૧.૫૨ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ જુલાઇ ૨૦૨૦ પછીનું નવું તળિયું બનાવ્યું. અહી પ્રશ્ન એ થાય કે આવું કેમ બન્યું અને ભાવ પર તેની શું અસર પડે? ભૂતકાળમાં ડ્રિલિંગ ગેસ રીગની સંખ્યા, ઉત્પાદનના આંકડા ભાવ નિર્ધારણમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા, પણ આજે તેનું મહત્વ ગૌણ થઈ ગયું છે.
અમેરિકન બજારમાં નેચરલ ગેસનું પ્રાથમિક વપરાશનું માળખું જ બદલાઈ ગયું છે, જે સમજાવે છે કે દેશના હવામાનમાં આવતા બદલવા જ ભાવના દિશાદોર નક્કી કરે છે. આ બદલાવને લીધે શિયાળા અને ઉનાળામાં ગેસ વપરાશ જ ભાવને તેની ઊંચાઈ નિર્ધારિત કરવામાં કેન્દ્રસ્થાને રહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સામાન્ય રીતે જુલાઇ ઓગસ્ટમાં ઉનાળુ વપરાશની માંગ નવી ઊંચાઈએ પહોંચે છે, અને શિયાળામાં ભાવ ૧૫૦ ટકા વધે છે.
નેચરલ ગેસના ઉત્પાદનમાં ફન્ડામેન્ટલ તફાવત એ આવ્યો છે કે ૨૦૦૯થી ૨૦૨૩ સુધીમાં હાઇડ્રોલિક ફ્રેક્ચરિંગ અને હોરીજેન્ટલ ડ્રિલિંગની પરવાનગી આપવામાં આવતા, અમેરિકામાં ઉત્પાદન હવે બમણું થઈ ગયું છે. અમેરિકા વિશ્વનો સૌથી મોટો નેચરલ ગેસ ઉત્પાદક બન્યો છે, અલબત્ત તેની ભૂસ્તરિય અનામત રશિયા કરતાં માત્ર ૩૩ ટકા રહી ગઈ છે. ૨૦૨૨માં અમેરિકાનું કૂલ નેચરલ ગેસ ઉત્પાદન ૪.૩૮ અબજ ક્યુબિક ફૂટ થયું હતું.
નેચરલ ગેસના તેજીવાળા ખેલાડીઓ માટે છેલ્લા કેટલાંક સપ્તાહો નકારાત્મક રહ્યા છે. મંદિવાળાઓએ તેમના પથારા વિસ્તાર્યાં છે, તેજીવાળાને તીરે ઊભી તમાસો જોતાં કરી દીધા છે. તો ફરી પ્રશ્ન એ થાય કે આગામી વપરાશી મોસમમાં શું થશે? આપણે ચાર્ટ પર લંબાગાળાની ભાવ સ્થિતિને જોઈએ તો તે પદ્ધતિ ફરી જોવા મળશે? તે આપણને કયા લઈ જશે? તાજેતરમાં તો બજાર પર સંપૂર્ણ કબજો મંદિવાળાનો રહ્યો છે, આને લીધે આપણે ૧૯ ફેબ્રુઆરી ૧.૫૨ ડોલરનું સાડા ચાર વર્ષનું તળિયું જોયું.
નેચરલ ગેસ અને માલભરાવો એક બીજાના પર્યાય બની ગયા છે અને હવે ઉત્પાદનમાં કાપ બાબતે ચર્ચાઓ થવા લાગી છે. આપણે જાણીએ છીએ કે લાંબાગળાની બોટમ માટેના નવા આંતરપ્રવાહનું વાવેતર થઈ ગયું હતું. પણ બજાર માટે હવે આનંદના સમાચાર એ છે કે એક સપ્તાહ પહેલા સુધી જેની ચિંતા હતી તે પોલાર વરટેક્સ (ઠંડા પાવનોની મોસમ) ફેબ્રુઆરીની મધ્યથી શરૂ થઈ ગયું છે. પરિણામે ઘરોને ઠંડા રાખવાની નેચરલ ગેસ માંગ વધી રહી છે અને ભાવ પણ, ગુરુવારે એપ્રિલ વાયદો ૧.૮૬ ડોલર મુકાયો હતો. કદાચ આ ઘટના થોડી લાંબી ચાલે તે જોતાં નેચરલ ગેસની અમેરિકન મોસમી માંગ વધવી સંભવ છે.
મંદિવાળાના હેમરિંગને કારણે ભાવ ગેપથી નીચે આવી ગયા હતા, એપ્રિલ ૨૦૨૦, જૂન ૨૦૨૦, જુલાઇ ૨૦૨૦ ત્રણ વખત ૧.૫૨ ડોલરની લો બનાવ્યા પછી, ૧૯ ફેબ્રુઆરી ફરી એ ભાવ જોવાયા હતા, ત્યાર પછી પ્રત્યેક સમયે વાયદો નજીવો બોટમ આઉટ થવો શરૂ થયો હતો. આવું શા માટે? પ્રત્યેક વખતે સુધારો મામૂલી રહ્યો હતો. આપણે જોઈ રહ્યા છીએ કે આંતરપ્રવાહ બદલાઈ જાય તે પહેલા, ફરી એક વખત ભાવ વધવા શરૂ થાય છે. આવું ફરી બનવાની સંભાવના ટૂંકા કે લાંબાગાળામાં નકારવામાં નથી આવતી.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








