નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar News: જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો હોય તો આ સમાચાર તમારા માટે છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં યુવકો સરકારી નોકરીની તૈયારી કરતાં હોય છે. તેવામાં પણ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ભરતી પરિક્ષાને લઈને અગાઉ જ કેલેન્ડર જાહેર કરતાં હોવાથી ઉમેદવારો પણ તે પ્રકારની તૈયારીમાં લાગી જતાં હોય છે. પરંતું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં યોજાવનારી પરિક્ષાને મોકુફ કરવામાં આવી હોવાની જાહેરા આયોગ દ્વારા કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં યોજાવારી પ્રિલિમ પરિક્ષાને મોકુફ રાખવામાં આવી છે. આયોગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવામાં આવ્યું છે. આયોગ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં પ્રાથમિક કસોટી યોજાવાની હતી. જે વહીવટી કારણોસર હાલ પૂરતી મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરિક્ષાઓની નવી તારીખો નક્કી થતાં આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે, ઉમેદવારોએ આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે પણ આયોગ દ્વારા વિનંતી કરવામાં આવી છે. GPSCની કઈ પરિક્ષા મોકુફ રાખવામાં આવી છે. તેની વાત કરીએ તો ભૂમી મોજણી અધિકારી વર્ગ1, નાયબ ભૂમી મોજણી અધિકારી વર્ગ 2, નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ 2 અને અધિક મદદનીશ ઈજનેર વર્ગ 3ની પરિક્ષા મોકુફ રાખવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








