Tuesday, June 23, 2026
HomeGujaratપ્રેમી પંખીડાનો ખૂની ખેલ, ફિલ્મી સ્ટોરીને પણ પાછળ મૂકે તે રીતે યુવક-યુવતીએ...

પ્રેમી પંખીડાનો ખૂની ખેલ, ફિલ્મી સ્ટોરીને પણ પાછળ મૂકે તે રીતે યુવક-યુવતીએ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છ: દેશમાં અને ગુજરાતમાં હત્યાની ઘટનાઓએ વણજાર સર્જી છે. ફિલ્મમાં લોકો જે જુએ છે તેને વાસ્તવિક જીવનમાં અમલમાં મૂકે ત્યારે કેટલીકવાર ભયાનક પરિણામ સામે આવતું હોય છે, પ્રેમીપંખીડા એકબીજાને પામવા કઈ હદ સુધી જઈ શકે તે પ્રકાશમાં આવતી અનેક ઘટનાઓએ પ્રતિપાદિત કર્યું છે. પણ એક એવી ઘટના સામે આવી છે જેની કલ્પના કરવી પણ એક સામાન્ય માણસ માટે લગભગ અશક્ય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છ જીલ્લાના ભચાઉમાં આવેલા વોંધના ગામના સરપંચના પુત્ર રાજૂ તથા રાધિકા ત્રણ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. રાધિકા પણ રાજૂના નજીકના કુટુંબમાંથી હોવાથી બંને વચ્ચેના પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમી શકે તેમ ન હોવાથી રાજૂ અને રાધિકાએ એકબીજાને પામવા કોઈ પણ હદે જવાનું નક્કી કર્યું અને તે મુજબ આ પ્રેમી પંખીડાએ એવું નક્કી કર્યું કે, કોઈ વૃદ્ધ મહિલાની હત્યા કરી તેની લાશને રાધિકાની લાશ છે તેવું સાબિત કરવું. રાધિકાનું મૃત્યુ થઈ ગયું છે એમ સાબિત કરી આ બંને પ્રેમીપંખીડા ફરાર થઈ જવા માગતા હતા. ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તે રીતે રાજૂ અને રાધિકાએ ભચાઉના માંડવી વિસ્તારમાં એકલા રહેતા જેઠીબેનની હત્યા કરવાનું નક્કી કર્યું. પ્રેમીપંખીડાએ જેઠીબેનને ત્રણ દિવસ અગાઉ કોઈને ખબર ન પડે તે રીતે ઉપાડી લીધા અને તેમની હત્યા કરી નાખી. ત્રણ દિવસ સુધી જેઠીબેન ક્યાય જોવા ન મળતા તેમના પાડોશમાં રહેતા ધરમસી સતારાએ પોલીસને જાણ કરી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને તપાસ કરતાં પોલીસે આજુબાજુના તમામ સીસીટીવી ચેક કરતાં એક વ્યકિની ગતિવિધિ સામે આવી. સીસીટીવીમાં એક વ્યક્તિ શૂટકેસ ઢસડી રહ્યો હતો. પોલીસે આ બાબતે તપાસ કરતાં ભચાઊની એક બંધ દુકાનમાંથી 80 વર્ષીય મહિલા જેઠીબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.

- Advertisement -

પોલીસે આરોપીને પકડી કડક પૂછપરછ કરતાં રાજૂ અને રાધિકાએ સાથે મળીને વૃદ્ધ જેઠીબેનની હત્યા કરવાની વાત સ્વીકારી હતી. કૌટુંબિક સગા થતાં હોવાથી બંનેના લગ્ન થઈ શકે તેમ ના હોવાથી આરોપીઓએ વૃદ્ધ મહિલાની હત્યા કરતાં આજુબાજુના લોકોમાં પણ ખળભળાટ મચી ગયો હતો. પોલીસે બંને પ્રેમી પંખીડાની ધરપકડ કરી 302 થતાં 457 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular