Saturday, May 2, 2026
HomeGeneralપાકિસ્તાન જેલમાં બંધ પોરબંદરના 80 માછીમારોની મુક્તિ, દિવાળી સમયે માછીમારોની મુક્તિથી પરિવાર...

પાકિસ્તાન જેલમાં બંધ પોરબંદરના 80 માછીમારોની મુક્તિ, દિવાળી સમયે માછીમારોની મુક્તિથી પરિવાર પુલકિત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.પોરબંદર: જામનગર, ભાવનગર, જૂનાગઢ, કચ્છ તથા વલસાડ બાજુના માછીમારો ઘણી વખત માછીમારી કરતાં કરતાં ભારતની જળસીમમાંથી પાકિસ્તાનની સીમમાં પહોંચી જાય છે, જ્યાં પાકિસ્તાની સેના દ્વારા તેમને પકડી લેવામાં આવે છે અને જેલમાં બંધ કરી દેવામાં આવે છે. આવી જ રીતે પાકિસ્તાનનાં પણ ઘણા માછીમારો ભારતની જેલોમાં બંધ છે. વર્ષો સુધી આ માછીમારો બીજા દેશની જેલમાં બંધ રહે છે. જે માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે તેઓના પરિવારની હાલત એટલી કફોડી બની જાય છે કે એની કલ્પના માત્ર આપણને ધ્રુજાવી દે, આવી જ સ્થિતિ ભારતની જેલમાં બંધ પાકિસ્તાની માછીમારોની પણ હોય છે. ત્યારે પાકિસ્તાન દ્વારા 80 જેટલા માછીમારોને જેલમુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવતા માછીમારોના પરિવારોમાં આનંદનો માહોલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માછીમારી કરતાં બોર્ડર પરથી પકડાયેલા માછીમારોને પાકિસ્તાન સરકારે મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. પોરબંદરના 80 જેટલા માછીમારોને 9 નવેમ્બરના રોજ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવશે. 10 નવેમ્બરે તમામ માછીમારો વાઘા બોર્ડર પર પહોંચશે. દિવાળીના સમયે જ માછીમારોની મુક્તિથી પરિવારોમાં આનંદનો માહોલ છે. ઘણા સમય બાદ આ માછીમારો તેમના પરિવાર સાથે દિવાળી ઉજવશે.

- Advertisement -

આ પહેલાં પણ પાકિસ્તાન દ્વારા ઘણા માછીમારોને જેલમુક્ત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને જે માછીમારોને મુક્ત કર્યા હતા તેમાં 184 જેટલા માછીમારો ગુજરાતનાં હતા જ્યારે બીજા માછીમારો આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular