Thursday, April 30, 2026
HomeGujaratGandhinagarશિક્ષણ બોર્ડને પણ મોંઘવારી નડી, ધોરણ-10 અને 12ની પરીક્ષા ફીમાં તોતીંગ વધારો

શિક્ષણ બોર્ડને પણ મોંઘવારી નડી, ધોરણ-10 અને 12ની પરીક્ષા ફીમાં તોતીંગ વધારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhingar News: એકબાજુ મોંઘવારીએ માઝા મૂકી છે. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગ જ્યારે આ ગરીબીમાં સંઘર્ષ કરે છે, ત્યારે બાળકોના શિક્ષણને પણ ગરીબીના ભાર નીચે કચડી નાખવામાં આવે ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઊભા થાય છે. રાજ્યના તમામ વિધાર્થીઓને મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી રાજ્ય સરકારની છે. એવામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Education Board) દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો (Exam Fees 10% Hikes)કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ પણ હવે મોંઘવારીની વહેતી ગંગામાં હાથ ધોવા તૈયાર થઈ ગયું છે. આધુનિક શિક્ષણ આમ પણ આર્થિક રીતે મોંઘું થઈ રહ્યું છે. સ્કૂલ ફી, પાઠ્યપુસ્તકો, ગણવેશ તથા શાળા સંબંધિત અન્ય ખર્ચાઓ એટલા તો મોંઘા છે કે, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો શાળા છોડવા મજબૂર થઈ રહ્યા છે ત્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ-10 અને 12માં સાયન્સ અને કોમર્સની પરીક્ષામાં કેટેગરી પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. ધોરણ-10માં નિયમિત વિધાર્થીઓની ફી 355 હતી જે હવે 10 ટકા વધારીને 390 કરી દીધી છે. ધોરણ-10માં કુલ 13 કેટેગરી છે અને તેમાં રૂ.15 થી લઈને રૂ.40 સુધીનો વધારો શિક્ષણ ફીમાં કરવામાં આવ્યો છે.

- Advertisement -

ધોરણ-12માં નિયમિત વિધાર્થીઓની પરીક્ષા ફી રૂ.605 હતી જે હવે 10 ટકા વધારીને 665 કરવામાં આવી છે. ધોરણ-12 કોમર્સમાં નિયમિત વિધાર્થીઓની ફી રૂ. 490 હતી જેમાં 10 ટકાના વધારા સાથે 540 કરવાની નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવતા લાખો વિધાર્થીઓ પર ફી બાબતે આર્થિક બોજ આવી પડશે જ્યારે શિક્ષણ બોર્ડને કરોડો રૂપિયાની આવક થશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular