Friday, May 1, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ લાખોનો વહીવટ કરવા જતાં ખેલ ઊધો પડ્યો

અમદાવાદ સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ લાખોનો વહીવટ કરવા જતાં ખેલ ઊધો પડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ACB Trap in Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) ખાખીને કલંકીત કરતા અનેક કિસ્સા અગાઉ પ્રકાશમાં આવ્યા છે. તેવામાં હવે દિવાળી નજીક આવતા ખિસ્સું ગરમ કરવા જતાં વધુ એક પોલીસ કર્મી ACBની ચપેટમાં આવી ગયો છે. સાયબર ક્રાઈમથી લોકોને બચાવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના કર્મચારીએ ફરિયાદ નહીં નોંધવા માટે થઈને લાખો રૂપિયાની માગણી કરી હતી. આખરે મામલો ACB પાસે પહોંચતા લાંચીયા પોલીસ કર્મીને હવે દિવાળીનો તહેવાર જેલમાં ઉજવવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ફરિયાદી વિરુદ્ધમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં (Cyber Crime Branch) અરજી દાખલ થઈ હતી. જેથી ફરિયાદી વિરુદ્ધમાં FIR ન નોંધવા માટે અને ફરિયાદીનું ફેડરલ બેંકનું ફ્રીઝ થયેલું ખાતું ખોલવા માટે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચના કોન્સટેબલ હરદીપસિંહ પરમારે ફરિયાદી પાસેથી રૂપિયા 10 લાખની લાંચની માગણી કરી હતી. જોકે પોલીસકર્મીને ફરિયાદીએ ટુકડે-ટુકડે 7 લાખ રૂપિયા આપી દીધા હતા.

- Advertisement -

જોકે નક્કી કર્યા મુજબ 3 લાખ પોલીસકર્મીને લેવાના બાકી હોવાથી ફરીયાદી પાસે રૂપિયાની માગણી કરવામાં આવી હતી. બાકીની રકમ ફરિયાદ આપવા માગતો ન હોવાથી સમગ્ર બાબતની જાણ ACBને કરીને ફરિયાદ કરી હતી. ACBને ફરિયાદ મળતા આજે સાયબર ક્રાઈમ બ્રાંચની ઓફિસની નજીક કેમ્પ હનુમાન ટેલીફોન એક્ષચેંજ બસસ્ટેન્ડ પાછળ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ કોન્સટેબલ હરદીપસિંહ લાંચના રૂપિયા લેવા આવતા રંગેહાથે ACBના હાથે ઝડપાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે, પોલીસ કોન્સટેબલ આટલી મોટી રકમની માગણી કરે તે વાત ગળે ઉતરે તેમ નથી. જેથી હાલ ચર્ચા ચાલી રહી છે કે આ વહિવટ કોઈ અઘિકારીનો પણ હોઈ શકે છે. જે વહિવટ પોલીસ કોન્સટેબલ લેવા જતાં હવે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. હવે આગળ ACBની તપાસમાં સામે આવશે કે આટલી મોટી લાંચની રકમ માત્ર કોન્સટેબલ દ્વારા માગવામાં આવી હતી કે તેમાં કોઈ અધિકારીની ભાગ બટાઈ હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular